Home » India » મોદી ૨૦૧૯ની ચૂંટણીઓ જીતવા પાક. સાથે યુદ્ધ કરી શકે છે.

News timeline

Columns
5 mins ago

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય

Canada
9 mins ago

કેનેડાના રિઅલ એસ્ટેટ ટાયકુન રોબર્ટ કેમ્પોનું ૯૩ વર્ષે નિધન

Columns
12 mins ago

કોહલી V/s કુંબલે : સ્વમાની કોચની વિદાય

Columns
15 mins ago

ભાજપની ચાણક્યની ચાલ : રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Astrology
17 mins ago

આપનો આજનો દિવસ

Ahmedabad
27 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
1 hour ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
1 hour ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
1 hour ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

મોદી ૨૦૧૯ની ચૂંટણીઓ જીતવા પાક. સાથે યુદ્ધ કરી શકે છે.

જોધપુર :  કોંગ્રેસના મહા સચિવ દિગ્વિજય સિંહે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક નિવેદન કર્યું છે. કોંગ્રેસના બોલકા નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદી ૨૦૧૯ની ચૂંટણીઓ જીતવા પાકિસ્તાન સાથે યુદ્ધ કરી શકે છે.
રાજસ્થાનના જોધપુર શહેરમાં એક ખાનગી કાર્યક્રમમાં આવેલા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ભાજપ સરકારે દેશમાં પાકિસ્તાન સાથે યુદ્ધ છેડવાનું હોય એવો માહોલ બનાવ્યો છે. ભાજપ સરકાર લોકોને આપેલા વચનો પૂરા નથી કરી શકી. હવે આગામી ચૂંટણીઓ જીતવા તેમની પાસે કોઈ જ રસ્તો બચ્યો નથી.
આ સંજોગોમાં મોદી સરકાર પાકિસ્તાન સાથે યુદ્ધ કરી શકે છે. વર્ષ ૨૦૧૯ની ચંૂટણીઓ પહેલાં એટલે જ સરકાર કંઈક યુદ્ધ જેવો માહોલ ઊભો કરી રહી છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે કાશ્મીર મુદ્દે પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, કાશ્મીરના લોકોને એક બાજુ આતંકવાદીઓ મારે છે અને બીજી તરફ સેનાના જવાનો. આ નિવેદન મુદ્દે સોશિયલ મીડિયામાં દિગ્વિજય સિંહનો ભારે વિરોધ થયો હતો.
આ મુદ્દે અનેક લોકોએ તેમને કાશ્મીરના યુવકો દ્વારા સેનાના જવાનો પર થઈ રહેલા હુમલાના વીડિયોની યાદ અપાવી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રસ્તે જતા જવાનોને કેટલાક યુવાનો ધક્કે ચડાવતા હતા. એ વખતે જવાનો પાસે રાયફલો હોવા છતાં તેઓ ધીરજ રાખીને આગળ વધી રહ્યા હતા.
આ ઉપરાંત દિગ્વિજય સિંહે ઈવીએમમાં ચેડાં થયા હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી. દિગ્વિજયે દાવો કર્યો હતો કે, મને એક એવો શખસ મળ્યો હતો જેણે રૃ. બે કરોડના બદલામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બદલી નાંખવાનો દાવો કર્યો હતો.