Home » India » ઉ. ભારતમાં ગરમીનું પ્રચંડ મોજું: રાજસ્થાનનું શ્રીગંગાનગર ૪૬ ડિગ્રીએ શેકાયું

News timeline

Breaking News
45 mins ago

ઇન્ચાર્જ વિપક્ષના નેતાપદે મોહનસિંહ રાઠવા નિમાયા

World
46 mins ago

થેરેસાને PM પદેથી હટાવવા ૧૫ કન્ઝર્વેટિવ સાંસદોનો અવિશ્વાસનો પ્રસ્તાવ

Ahmedabad
48 mins ago

બાપુએ સોનિયાગાંધીને રાજીનામું મોકલી ‘મનકી બાત’ કહી દીધી

Canada
55 mins ago

અમેરિકાના પ્રવાસીઓએ કેનેડાના તમામ હવાઈ મથકો પર સલામતીના નવા નિયમોનો સામનો કરવો પડશે

Bollywood
55 mins ago

વર્લ્ડકપ જોવા ઉઘાડા પગે પહોંચ્યો અક્ષય, સ્ટેડિયમમાં લહેરાવ્યો ઉંધો તિરંગો

Ahmedabad
3 hours ago

ભાજપ સ્મૃતિ ઇરાનીને રિપિટ કરશે, NRI સી.કે.પટેલનું નામ ચર્ચામાં

Bollywood
3 hours ago

ઋષિ કપૂરે મહિલા ક્રિકેટ ટીમ માટે કરી ટ્વીટઃ ફ્રેન્ડસે કાઢી ઝાટકણી

Gujarat
3 hours ago

ધરમપુરમાં બાળકી 1 ઇંચ લાંબી બુટ્ટી રમતાં રમતાં ગળી ગઇ

Delhi
4 hours ago

લોકસભા સ્પીકર પર કાગળો ઉઠાળનાર કોંગ્રેસના 5 સાંસદોને કરાયા સસ્પેન્ડ

Breaking News
4 hours ago

અહેમદ પટેલ કોંગ્રેસ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે

Gujarat
5 hours ago

વરસતા વરસાદમાં વિસનગરમાં પાટીદારોની એકતાયાત્રા

Canada
5 hours ago

મોસુલમાં આતંકવાદીઓએ કબજામાં રાખેલા લોકોમાં ૨ કેનેડિયન હોવાની શંકા

ઉ. ભારતમાં ગરમીનું પ્રચંડ મોજું: રાજસ્થાનનું શ્રીગંગાનગર ૪૬ ડિગ્રીએ શેકાયું

શ્રીગંગાનગર :  ઉત્તર ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી કરતાં વધુ રહ્યો હતો. રાજસ્થાનમાં પ્રચંડ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગે વિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં તોફાની વરસાદની ચેતવણી આપી હતી. જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં હિટવેવની આગાહી કરી હતી.
પાટનગર દિલ્હીમાં સતત બીજે દિવસે પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહ્યો હતો. મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૧.૪ ડિગ્રી નોંધાયું હતું.
રાજસ્થાનમાં તાપમાનમાં એકાએક બેથી ચાર ડિગ્રીનો વધારો થતાં પ્રચંડ ગરમી પડી હતી અને જનજીવન ઠપ થયું હતું. શ્રીગંગાનગરમાં સૌથી વધુ ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બિકાનેરમાં ૪૫.૪, જેસલમેરમાં ૪૫.૧, કોટામાં ૪૪.૩, પિલાનીમાં ૪૩.૫, અને અજમેરમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.
ઓડિશામાં ગરમીની તીવ્રતા વધી હતી. સૌથી વધુ બાલાંગિરમાં ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના ૧૦ સ્થળોનું તાપમાન ૪૦ ડિગ્રી કરતાં વધુ રહ્યું હતું. તિતલાગઢમાં ૪૩.૬ અને ભવાનીપુરામાં ૪૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
તેલંગણાના અદિલાબાદમાં સૌથી વધુ ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય છ સ્થળોનું તાપમાન ૪૩ ડિગ્રીથી વધુ રહ્યું હતું. હૈદરાબાદમાં ૪૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં હિટવેવની  આગાહી કરી હતી.
પંજાબ અને હરિયાણાના મોટા ભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમી પડી હતી. નારનોલમાં ૪૪.૩ ડિગ્રી તાપમાન  નોંધાયું હતું.
હવામાન વિભાગે મરૃથા વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં કેન્દ્રિત થયેલું હોવાનું જણાવી બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી હતી. તે ઉપરાંત આગામી ૨૪ કલાકમાં આંદામાનમાં પણ ભારે વરસાદની આગાહી કરી હતી.