Home » India » Delhi » લલિત મોદી સામે પણ ટૂંકમાં કઠોર કાર્યવાહી થશે

News timeline

Gujarat
9 mins ago

અંબાજીમાં ૩૧મીથી શરૃ થનારા ભાદરવી મહાકુંભની તૈયારી

Canada
12 mins ago

કેનેડિયન ઈન્ડિયન એસોસિયેસન દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

Football
12 mins ago

નેમાર બાદ મેસી પણ બાર્સેલોના ક્લબ છોડે તેવી શક્યતા

Bollywood
2 hours ago

બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર સફળ

Gandhinagar
4 hours ago

ગુજરાતમાં અડદ, તુવેરનું વાવેતર ઓછું થયું

Headline News
4 hours ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Canada
4 hours ago

ગુજરાતી સિનીયર્સ દ્વારા ૧૦ દિવસની ઈસ્ટ કોસ્ટ ટુર યોજાઈ

Gujarat
5 hours ago

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ, ૧૦ કરોડનું ટર્નઓવર અટક્યું

India
6 hours ago

ઈન્ડિગોના એરબસ-એ-૩૨૦ નિયો વિમાનોના એન્જીનમાં ગંભીર ક્ષતિ

India
6 hours ago

મોટરમેનની સતર્કતાને લીધે કલ્યાણમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

Delhi
6 hours ago

રેલવે દુર્ઘટનાઓના પગલે રેલમંત્રી સુરેશ પ્રભુનો રાજીનામાનો પ્રસ્તાવ

Gujarat
6 hours ago

ફ્રાન્સ અને જર્મનીના ૯ વિદ્યાર્થીઓ એમએસયુમાં ભણવા આવ્યા

લલિત મોદી સામે પણ ટૂંકમાં કઠોર કાર્યવાહી થશે

નવીદિલ્હી :  ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે ચેતવણી આપી હતી કે, વિજય માલ્યા ઉપર સકંજો મજબૂત કરવામાં આવ્યા બાદ હવે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીની પણ ટૂંક સમયમાં  ધરપકડ કરવામાં આવશે.લંડનમાં સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા વિજય માલ્યાની ધરપકડ બાદ સ્વામીએ આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. ભાજપના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. સ્વામીએ કહ્યું હતું કે, મોદી એટલે કાર્યવાહી. તેઓ હંમેશા ભ્રષ્ટાચાર સામે લડતા રહ્યા છે. માલ્યાને જેલ જવાનો સમય આવી ગયો છે. આ માત્ર શરૃઆત છે. લલિત મોદી હવે આગામી ટાર્ગેટ હોઈ શકે છે. ૯૦૦૦ કરોડના લોનના મામલામાં માલ્યા વોન્ટેડ છે. વિજય માલ્યાએ કોર્ટ અને તપાસકારો સમક્ષ ઉપસ્થિત થવામાં હંમેશા ઇન્કાર કર્યો છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા માલ્યા સામે તપાસ કરવામાં આવી રહી છે.

અડધા ડઝન કોર્ટ વોરંટ તેમના નામ ઉપર તેમની સામે જારી કરવામાં આવી ચુક્યા છે. જાન્યુઆરી મહિનામાં લોનની રિકવરી માટેની કાર્યવાહી હાથ ધરવા ધિરાણદારોના કર્ન્સોિટયમને કોર્ટે આદેશ કર્યો હતો. વિજય માલ્યા ફોર્સ ઇન્ડિયા ફોર્મ્યુલા વન ટીમના સહમાલિક તરીકે પણ રહ્યા છે. વિજય માલ્યાને લઇને રાજનીતિ હંમેશા રમાતી રહી છે. આને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર રાજકીય પક્ષોમાં પણ ચાલતો રહ્યો છે. કેન્દ્રીયમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે, ભારત સરકાર અને નાણામંત્રાલયની આ સફળતા છે. સંતોષ ગંગવારે કહ્યું હતું કે, માલ્યાને ટૂંકમાં જ ભારત લાવવામાં આવશે. કાયદા મુજબની પ્રક્રિયા અપનાવવામાં આવશે. કિંગફિશર કર્મચારીઓ દ્વારા પણ પોતાનીરીતે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે, કોંગ્રેસ દ્વારા આક્રમકમ દબાણ લાવવામાં આવ્યા બાદ સરકારે ફેબ્રુઆરીમાં પ્રત્યાર્પણ વિનંતી બ્રિટિશ સરકારને સોંપી હતી.