Home » India » વર્ષ ૨૦૧૭માં પણ સામાન્ય મોનસુન રહેશે : આઈએમડી

News timeline

Gujarat
3 mins ago

અંબાજીમાં ૩૧મીથી શરૃ થનારા ભાદરવી મહાકુંભની તૈયારી

Canada
6 mins ago

કેનેડિયન ઈન્ડિયન એસોસિયેસન દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

Football
6 mins ago

નેમાર બાદ મેસી પણ બાર્સેલોના ક્લબ છોડે તેવી શક્યતા

Bollywood
2 hours ago

બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર સફળ

Gandhinagar
4 hours ago

ગુજરાતમાં અડદ, તુવેરનું વાવેતર ઓછું થયું

Headline News
4 hours ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Canada
4 hours ago

ગુજરાતી સિનીયર્સ દ્વારા ૧૦ દિવસની ઈસ્ટ કોસ્ટ ટુર યોજાઈ

Gujarat
5 hours ago

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ, ૧૦ કરોડનું ટર્નઓવર અટક્યું

India
6 hours ago

ઈન્ડિગોના એરબસ-એ-૩૨૦ નિયો વિમાનોના એન્જીનમાં ગંભીર ક્ષતિ

India
6 hours ago

મોટરમેનની સતર્કતાને લીધે કલ્યાણમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

Delhi
6 hours ago

રેલવે દુર્ઘટનાઓના પગલે રેલમંત્રી સુરેશ પ્રભુનો રાજીનામાનો પ્રસ્તાવ

Gujarat
6 hours ago

ફ્રાન્સ અને જર્મનીના ૯ વિદ્યાર્થીઓ એમએસયુમાં ભણવા આવ્યા

વર્ષ ૨૦૧૭માં પણ સામાન્ય મોનસુન રહેશે : આઈએમડી

નવીદિલ્હી :  હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે દક્ષિણ પશ્ચિમ મોનસુન સામાન્ય રહેશે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂત અને વેપારી સમૂદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સાથે સાથે સરકાર માટે પણ આ આગાહી ખુબ જ રાહતજનક પુરવાર થઇ શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ જો મોનસુન નોર્મલ રહેશે તો ખેડૂતોની સાથે સાથે અર્થતંત્ર માટે પણ ખુબ સારા સમાચાર રહેશે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના ડીજી કેજી રમેશે કહ્યું છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં તમામ જગ્યાઓ ઉપર સામાન્ય મોનસુન હેઠળ યોગ્ય વરસાદ જોવા મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ મોનસુન દેશની લોંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના ૯૬ ટકાની આસપાસ રહી શકે છે.

ભારતમાં સરેરાશ વરસાદ અથવા તો એલપીએ વર્ષ ૧૯૫૧થી ૨૦૦૦ની વચ્ચે નોંધાયેલા વરસાદના સરેરાશ છે જે ૮૯ સેન્ટી મીટર છે. આ સંદર્ભમાં જોવામાં આળે તો એલપીએની ૯૪થી ૧૦૪ ટકા સુધી વરસાદની આગાહીને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે ૯૬થી નીચેને સામાન્યથી ઓછો વરસાદ ગણવામાં આવે છે.

આવી જ રીતે જો ૧૦૪થી ૧૧૦ ટકા સુધી વરસાદની આગાહી કરવામાં આવે તો તે સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની આગાહી તરીકે ગણવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લી સિઝનમાં મોનસુન માટે હવામાન વિભાગ તરફથી સામાન્યથી વધારે વરસાદનો અંદાજ મુક્યો હતો પરંતુ મોનસુનની સિઝન ખતમ થતા થતાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. છેલ્લા વર્ષે દક્ષિણી દ્વીપમાં ઓછો વરસાદ થયો હતો. તમિળનાડુ, કર્ણાટક, કેરળના અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ ગઈ હતી પરંતુ આ વખતે આઈએમડી દ્વારા કરવામાં આવેલી આગાહી જો યોગ્ય સાબિત થશે તો ખેડૂતોને મોટી રાહત થશે. ખેડૂતો પહેલાથી જ હવામાન વિભાગને લઇને આગાહીની રાહ જોઇ રહ્યા હતા. હવામાન વિભાગ દ્વારા દર વર્ષે એપ્રિલથી જ આગાહી કરવાની શરૃઆત કરવામાં આવે છે. હવામાન વિભાગ ઉપરાંત ખાનગી હવામાન વિભાગ સ્કાયમેટ દ્વારા પણ આગાહી કરવામાં આવે છે જેમાં ઘણી વખત આંકડાઓમાં અંતર રહે છે.