Home » India » Delhi » રાજધાની, શતાબ્દીમાં હવે ન્ઝ્ર હેઠળ ફ્લેક્સી ભાડા સ્વીકાર્ય હશે

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

રાજધાની, શતાબ્દીમાં હવે ન્ઝ્ર હેઠળ ફ્લેક્સી ભાડા સ્વીકાર્ય હશે

નવીદિલ્હી : રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં ડાયનેમિક અથવા તો ફ્લેક્સી ભાડા લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) ભથ્થા હેઠળ લાગૂ રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આ વિભાગે તમામ કેન્દ્ર સરકારના વિભાગોને સૂચના આપી દીધી છે. આ હિલચાલ એવા સમયે આવી છે જ્યારે એલટીસીના હેતુ માટે આ ટ્રેનોની ટિકિટ બુક કરાવતી વેળા ફ્લેક્સી ભાડાને લઇને સ્પષ્ટીકરણની માંગણી જુદા જુદા વિભાગ તરફથી ઉઠી રહી હતી. રેલવે મંત્રાલય દ્વારા રાજધાની, શતાબ્દી, ડુરંતો ટ્રેનોમાં ફ્લેક્સી ભાડા સિસ્ટમની શરૃઆત કરી

હતી. જેમાં મૂળભૂત ભાડામાં નક્કી કરવામાં આવેલી મર્યાદા તથા વેચવામાં આવેલા બર્થના દરેક ૧૦ ટકા પર ૧૦ ટકાનો વધારો થઇ જાય છે. ખર્ચ વિભાગ દ્વારા વાતચીત કરવામાં આવ્યા બાદ આ મામલામાં ઉપર ચકાસણી થઇ હતી. નાણામંત્રાલયે કહ્યું છે કે, રાજધાની, શતાબ્દી, ડુરંતો ટ્રેનોમાં ફ્લેક્સી ભાડા લાગૂ રહેશે. એલટીસી ઉપર આ ટ્રેનોમાં યાત્રા કરનાર યાત્રીઓને તેને લાગૂ કરવામાં આવશે. આ ડાયનેમિક ભાડા ખુબ જ મહત્વપૂર્ણ છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ડાયનેમિક ભાડાના ક્ષેત્રમાં કાપ મુકી દેવામાં આવ્યા બાદ ભાડાની રકમ સરકારી કર્મચારીઓ મેળવશે. ધારાધોરણ મુજબ સરકારી કર્મચારીઓ પેઇડ લીવ ઉપરાંત જ્યારે એલટીસી મેળવે છે ત્યારે તેમને કોઇપણ પ્રવાસ ખર્ચ વેળાની રકમ પરત મળે છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, હવે રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનોના ફ્લેક્સી ભાડા એલટીસી હેઠળ પણ લાગૂ થશે. વિભાગ દ્વારા તમામ કેન્દ્ર સરકારના મંત્રાલયોને સૂચના આપી દેવમાં આવ્યા બાદ તેને લાગૂ કરવામાં આવશે. જ્યારે બિન સરકારી કર્મચારીઓ વિમાનમાં યાત્રા કરે છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થાને લઇને પણ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.