Home » India » Delhi » બ્રિટનની પ્રત્યાર્પણની પ્રક્રિયા અઘરી હોવાથી માલ્યાને ભારત લાવવા મુશ્કેલ

News timeline

Astrology
29 mins ago

આપનો આજનો દિવસ

Canada
34 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
35 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

બ્રિટનની પ્રત્યાર્પણની પ્રક્રિયા અઘરી હોવાથી માલ્યાને ભારત લાવવા મુશ્કેલ

નવી દિલ્હી  :  વિજય માલ્યાની ભલે હાલ લંડનમાં ધરપકડ કરી તેની વિરૃદ્ધ કાર્યવાહી શરૃ કરવામાં આવી હોય પણ તેને ભારત લાવવા અનેક મુશ્કેલીમાંથી ભારતે પસાર થવું પડશે. કેમ કે ભારત અને બ્રિટન વચ્ચેની પ્રત્યાર્પણની પ્રક્રિયા બહુ જ જટીલ છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે હજુ તો શરૃઆત છે આગામી અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
ગત મહિને બ્રિટિશ સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા સંબંધી ભારતના આગ્રહને માન્ય રાખીને તેને કોર્ટ સમક્ષ મોકલી આપવામાં આવ્યા હતા. બ્રિટનના પ્રત્યાર્પણના નિયમ મુજબ પ્રત્યાર્પણની પ્રક્રિયામાં ન્યાયાધીશ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવે છે. પ્રારંભીક સુનાવણી માટે આરોપીને કોર્ટ સમક્ષ લાવવામાં આવે છે.
બાદમાં વિદેશ મંત્રી દ્વારા અંતીમ નિર્ણય લેતા પહેલા એક પ્રત્યાર્પણ સુનાવણી થાય છે.  સૌથી મોટી મુશ્કેલી એ છે કે વિજય માલ્યાએ જે અપરાધ ભારતમાં કર્યો તે બ્રિટનના અપરાધની શ્રેણીમાં આવે છે કે નહીં તે જજ નક્કી કરશે.
જો જજ માલ્યાના પ્રત્યાર્પણ માટે તૈયાર થઇ જાય તો તેઓ બાદમાં આ મામલો વિદેશ મંત્રાલયને સોપશે અને બ્રિટન બાદમાં ભારતના વિદેશ મંત્રાલયની સાથે વાતચીત કરશે. હાલ માલ્યાને ભારત-યુકે મ્યૂચુઅલ લીગલ એસિસમેંટ ટ્રીટી (એમલેટ) અંતર્ગત ધરપકડ કરી કાર્યવાહી કરાઇ રહી છે. આ બન્ને દેશ વચ્ચે થયેલા કરારો છે.