Home » India » Delhi » વિદેશી રોકાણકારોનો વિશ્વાસ દર્શાવતા ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારત આઠમા ક્રમે

News timeline

Ahmedabad
5 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
39 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ દર્શાવતા ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારત આઠમા ક્રમે

સિંગાપોર :  ગ્લોબલ એફડીઆઈ કોન્ફિન્ડસ ઈન્ડેક્સમાં વધુ એક સંસ્થા દ્વારા ભારતને સારું રેન્કિંગ મળ્યું છે. યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત એટી કિઆર્ની ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફિડન્સ ઇન્ડેક્સમાં ભારતને આઠમું સ્થાન મળ્યું છે. આ સર્વેક્ષણમાં ૩૧ ટકા લોકોએ રોકાણ કરવા માટે ભારતનું અર્થતંત્ર આગામી ત્રણ વર્ષ સુધી રોકાણકારો માટે આશાવાદી રહેશે એમ જણાવ્યું હતું.
એટી કિઆર્નીના ભારત ખાતેના વડા વિકાસ કૌશલે કહ્યું હતું કે, થોડા લાંબા કે મધ્યમ ગાળાના સમય માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારતને એક સારા બજાર તરીકે જુએ છે એ વાતમાં કોઈ શંકા નથી. છેલ્લાં બે વર્ષથી રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ વધી રહ્યો છે. વિશ્વના બે સૌથી ઝડપથી વિકસતા બજારમાં ભારતને આજેય સ્થાન મળી રહ્યું છે.
આ અહેવાલમાં કહેવાયું છે કે, હાલની ભારત સરકારે દેશમાં રોકાણનું વાતાવરણ સુધારવા ખાસ્સા પ્રયાસ કર્યા છે. જેમ કે, આડકતરા કરવેરાની વાત કરીએ તો જીએસટી ભારત માટે એક મોટો સુધારો છે. એટલે જ રોકાણકારો ભારતમાં લાંબા ગાળાનું રોકાણ કરવા તત્પર છે. વિદેશી કંપનીઓ ભારતના સ્થાનિક કહેવાય એવા બજારોમાં પણ ઝુકાવી રહી છે. આગામી વર્ષોમાં વિદેશી કંપનીઓને ભારતમાં અનેક ક્ષેત્રોમાં રોકાણ કરવાની તક મળશે.
આ સર્વેક્ષણમાં અનેક લોકોએ જીએસટીના સુધારાને બિરદાવ્યો હતો. આ જ કારણસર અનેક રોકાણકારોએ ભારતમાં રોકાણ વધારવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આશરે ૭૦ ટકા લોકો બે વર્ષમાં ભારતમાં તેમનું રોકાણ વધારવા ઈચ્છે છે. ભારત સરકારે આગામી વર્ષોમાં વિદેશી રોકાણ આકર્ષવા જાતભાતના પગલાં લેવાનું પણ વચન આપ્યું છે. વિદેશી રોકાણકારો આ વાતને પણ ગંભીરતાથી લઈ રહ્યા છે કારણ કે, રાજકીય વિશ્લેષકોના મતે પાંચ રાજ્યોની વિધાનસભાની ચંૂંટણીઓના પરિણામો પરથી કહી શકાય છે કે, હાલની ભારત સરકાર  હજુ થોડા વર્ષો સ્થિર રહે એવી આશા છે.