Home » India » Hyderabad » આજથી મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાન શરૂ- રોઝા રાખી કરશે અલ્લાહની બંદગી

News timeline

Gujarat
4 hours ago

સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

Delhi
5 hours ago

ગયા વર્ષે દેશમાં 1575 બાળકોનું જાતીય શોષણ, સરકાર જોતી રહી: સુપ્રીમ

Bangalore
5 hours ago

ભારત 2022માં લોન્ચ કરશે સમાનવ અવકાશી મિશન

Ahmedabad
5 hours ago

૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

Cricket
6 hours ago

આફ્રિકા સામે શ્રીલંકાનો ૩ વિકેટથી વિજય

Gandhinagar
7 hours ago

વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

World
8 hours ago

બ્રિટનની સંસદ નજીક બેરિયર્સ તોડી કારે સંખ્યાબંધને કચડી નાખ્યા

Entertainment
8 hours ago

કેટ વિન્સલેટની પાસે હાલ ત્રણ ફિલ્મોનું કામ

Ahmedabad
8 hours ago

૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

Breaking News
9 hours ago

રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

Headline News
10 hours ago

સિનસિનાટી માસ્ટર્સ : ભારે સંઘર્ષ બાદ યોકોવિચનો જોહન્સન સામે વિજય

Gujarat
11 hours ago

અંબાજી મંદિરને સુવર્ણ બનાવવા વધુ બે કિલોગ્રામ સોનું ખરીદાયું

આજથી મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાન શરૂ- રોઝા રાખી કરશે અલ્લાહની બંદગી

અમદાવાદ : આજથી પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ રમઝાનમાં રોઝા ના ઉપવાસ રાખવામાં આવે છે અને નમાઝ સહિતના કડક નિયમોનું પાલન પણ કરવામાં આવે છે. રમઝાન માસ દરમિયાન લોકો પાંચ સમયની રેગ્યુલર નમાઝ પઢે છે અને કુરાન પણ વાંચે છે.

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રવિવારનો રોજ પવિત્ર રમઝાન માસની શરુઆત થઈ ચુકી છે. જાણો, રમઝાન મહિનામાં રોઝા રાખવાના શું નિયમ છે અને શું મહત્વ છે.

રમઝાન માસમાં રોઝા રાખવામાં આવે છે. આ દરમિયાન ખોટી આદતોથી પણ દૂર રહેવાનું હોય છે. આગામી 30 દિવસ પછી ઈદનો ચાંદ દેખાશે ત્યાં સુધી રોઝા રાખવાના હોય છે.

રોઝા દરમિયાન માત્ર ભૂખ્યા અને તરસ્યા રહેવાનો નિયમ નથી. આંખ, કાન અને જીભનો પણ રોઝો રાખવાનો હોય છે. આનો અર્થ છે કે, ખોટી વાત કરવી નહીં, ખરાબ સાંભળવુ નહીં અને જોવુ પણ નહી.

દરેક મુસ્લિમ માટે જરુરી છે કે તે રોઝા દરમિયાન સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત દરમિયાન કોઈ પણ જાતની ખાણી-પીણીથી દૂર રહે. આટલુ જ નહી, શારીરિક સંબંધો અને ખરાબ વિચારોથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

સેહરી શબ્દ ‘સહર’માંથી બન્યો છે, જેનો અર્થ છે સવાર. સૂર્યોદય પહેલા ઉઠીને રોઝા રાખનાર વ્યક્તિ ખાઈ-પી લે છે. કારણકે સૂર્યાસ્ત સુધી ખાવા-પીવાની મનાઈ હોય છે. સૂર્યાસ્ત પછી રોઝો ખોલવામાં આવે છે તેને ઈફ્તાર કહે છે.

રમઝાન માસ દરમિયાન લોકો પાંચ સમયની રેગ્યુલર નમાઝ પઢે છે અને કુરાન પણ વાંચે છે.

ઈસ્લામ ધર્મના નિયમ અનુસાર પાંચ વાતો કરવાથી રોઝા તૂટી જાય છે. ખોટું બોલવુ, બદનામી કરવી, પીઠ પાછળ કોઈની બુરાઈ કરવી, ખોટી કસમ ખાવી અને લાલચ કરવી.