Home » India » ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરી કરનાર 2 શખ્સો ઠાર કરાયા

News timeline

Bollywood
10 mins ago

સિંઘમ બાદ રોહિત શેટ્ટી હવે સિમ્બા બનાવવા તૈયાર

Football
2 hours ago

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

Ahmedabad
2 hours ago

ગુજરાતમાં બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું

Bollywood
2 hours ago

રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

Ahmedabad
3 hours ago

મતદાન બન્યું હિંસક, અનેક સ્થળોએ જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનો સળગાવાયા

Bollywood
3 hours ago

શાહીદની સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

Cricket
5 hours ago

ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

Bollywood
7 hours ago

રિતિક સાથે ફિલ્મ મળતા વાણીનો ઉત્સાહ વધ્યો

Bangalore
8 hours ago

રામસેતુ કુદરતી નહીં, માનવ-નિર્મિત છે : અમેરિકાની ડિસ્કવરી

World
8 hours ago

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે અલાબામા સેનેટ બેઠક જીતી : ટ્રમ્પને ફટકો

Headline News
8 hours ago

દુબઈ સુપર સિરિઝમાં સિંધુની રાહ આસાન : શ્રીકાંત હાર્યો

Top News
8 hours ago

એચ-૧બી વિઝા ધારકો હવે એકથી વધુ કંપનીમાં કામ કરી શકશે

ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરી કરનાર 2 શખ્સો ઠાર કરાયા

અમૃતસર : સેના દ્વારા પંજાબમાંથી ભારત-પાકિસ્તનની સરહદ પર ઘુસણખોરી કરનાર બે શખ્સોને ઠાર કરાયા છે. જેથી તેમનો ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ પુરવાર થયો છે. સરહદ પર ફરજ બજાવી રહેલા સુરક્ષાદળના જવાનોએ જણાવ્યું કે બે ઘુસણખોરો સીમાની અંદર ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જોકે આ સમયગાળા દરમિયાન બન્નેને ઠાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બન્ને શખ્સો પાસેથી એક AK-47 રાઈફલ, એક પિસ્તોલ અને બે ડઝન જેટલી ગોળીઓ પણ મળી આવી છે. આ ઘટના રાત્રિના સમયગાળા દરમિયાન અમૃતસરનાં અજનાલામાં ઘટી હતી. આ અંગે સુરક્ષાદળના પ્રવક્તાએ કહ્યું કે જ્યારે BSFના જવાનોએ તેમને ચેતવણી આપી તો તેમણે સ્વચાલિત હથિયારોથી જવાનો પર ગોળીબાર કર્યો હતો. પોતાનો બચાવ કરતા સરહદ પાસે લાગેલી વાડમાં તેમને ઠાર કરવામાં આવ્યા.

આ ઘુસણખોરો પાસેથી પાકિસ્તાની મોબાઈલ અને સિમકાર્ડ, એક મેગેઝીન, 9 MMની પિસ્તોલ, પિસ્તોલનું મેગેઝીન, 7.2 MMની 23 બુલેટ , 9 MMના ચાર બુલેટ, 4 કિલો હેરોઈન અને 20000 રૂપિયાની કિંમતની પાકિસ્તાની નોટો પણ મળી આવી છે. હાલમાં આ વિશે ઇન્ટેલિજન્સ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે.