Home » India » Delhi » બળાત્કારી ગુરમિત જેલમાં શાકભાજીની ખેતી કરશે, રોજની રૂ. 20 મજૂરી

News timeline

Food
1 hour ago

વેજીટેબલ મંચુરિયન

Food
1 hour ago

ક્રિસ્પી સમોસા

Health
1 hour ago

પપૈયા અને લીંબુના એકસાથે સેવન કરવાથી થશે આ લાભ

Automobile
1 hour ago

લોન્ચ થઇ દુનિયાની સૌથી ફાસ્ટ કાર

Breaking News
2 hours ago

ફેબ્રુઆરીમાં બેલેન્સ ફંડમાં મૂડીપ્રવાહ ઘટ્યો

Business
2 hours ago

‘ટ્રેડવોર’ના ભયે બજાર વોલેટાઈલ રહેવાની ધારણા

Breaking News
2 hours ago

ટોપ-6 કંપનીઓના માર્કેટકેપમાં 52K કરોડનું ધોવાણ

Bollywood
3 hours ago

બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં પણ દેખાશે

Bollywood
5 hours ago

કરીના કપુરે છોડી દીધેલી ફિલ્મને કંગનાએ સ્વીકારી

Bollywood
7 hours ago

પ્રિયંકા ફરી ભારત આવીને ફરી બોલીવૂડની ફિલ્મો કરશે

Delhi
8 hours ago

દેશના રક્ષણ માટે જરૃર પડશે તો સેના પાક.માં ઘૂસીને ત્રાટક્શે: રાજનાથ

India
9 hours ago

પંજાબના પૂર્વ CM બીયંત સિંહની હત્યા કેસમાં જગતાર સિંહને જન્મ ટીપ

બળાત્કારી ગુરમિત જેલમાં શાકભાજીની ખેતી કરશે, રોજની રૂ. 20 મજૂરી

ચંડીગઢ :  બળાત્કારી ગુરમિત રામ રહીમને ૨૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ તે રોહતકની જેલમાં કેદ છે. લોકોના પૈસા ઉભા કરેલા વૈભવી ડેરામાં એક સમયે ઠાઠમાઠથી રહેતો ગુરમિત હવે જેલમાં એક આમ કેદી બની ગયો છે. જેલના અધિકારી કે.પી.સિંહે જણાવ્યું હતું કે ગુરમિત રામ રહીને જેલમાં કેદ તો રાખવામાં આવશે જ આ ઉપરાંત તેને કેટલુક કામ પણ સોપવામાં આવશે. તે હવેથી જેલની અંદર જ આવેલા એક પ્લોટમાં શાકભાજી ઉગાવશે. તેને દરરોજ પાણી આપશે અને ખાતર નાખશે. આ શાકભાજી ઉગાવવાના કામ બદલ તેને દરરોજ રૃપિયા ૨૦ આપવામાં આવશે. તેને કેદી નંબર ૧૯૯૭ આપવામા આવ્યો છે.  જેલ અધિકારીએ જણાવ્યું હતું કે રામ રહીમ જે પણ શાકભાજી ઉગાવશે તેનો ઉપયોગ કેદીઓના ભોજનમાં કરવામાં આવશે.

ગુરમિત રામ રહીમ મુળ રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાનો વતની છે. તેના પિતા એક મોટા જમીનદાર હતા. ૧૯૬૭માં તે અહીં ખેતીનું કામ પણ સંભાળતો. જોકે તે સમયે તે એક ખેડૂત હતો પણ હવે તે એક કેદી તરીકે આ ખેતીનું કામકાજ સંભાળશે.  આ ઉપરાંત જેલમાં આવેલા અન્ય નાના મોટા છોડવાનું ધ્યાન પણ તેણે રાખવાનું રહેશે. આ છોડવાની કાપાકુપી પણ તેણે જ કરવાની રહેશે. સામાન્ય રીતે આઠ કલાક સુધી આવા કામ કરવાની છુટ આપવામાં આવે છે. આ કામો બદલ ગુરમિતને દરરોજના રૃપિયા ૨૦ આપવામાં આવશે. એક સમયે લાખોની કમાણી કરનારો આ શખ્સ હવે જેલમાં મજુરી કરશે જે બદલ તેને ૨૦ રૃપિયા અપાશે. રામ રહીમનુ સ્વાસ્થ્ય જોખમમાં હોવાના અહેવાલો દિવસ પહેલા આવ્યા હતા, જે જોકે જુઠા હતા. કેમ કે રામ રહીમને જે જેલમાં રાખવામાં આવ્યો છે ત્યાં પોલીસ દ્વારા મોકડ્રીલ હાથ ધરાઇ હતી. આ મોક ડ્રીલ રામ રહીમને ઇમર્જન્સીમાં હોસ્પિટલમાં કેવી રીતે લઇ જવો તેને સંબંધી હતી.

જેલ પ્રશાસને જણાવ્યું હતું કે રામ રહીમને કંઇ જ નથી થયું અને તેનું સ્વાસ્થ્ય પણ બરાબર છે. રામ રહીમનું સ્વાસ્થ્ય બરાબર હોવાથી તે સ્વાસ્થ્ય નબળુ હોવાના જુઠા બહાના બતાવી હાલ જામીન પણ નહીં મેળવી શકે. ડેરાના પૂર્વ મેનેજરની હત્યાના કેસની સુનાવણી શરૃ ગુરમિત રામ રહીમને બળાત્કારના બે કેસોમાં ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે પણ તેની વિરૃદ્ધ હત્યાના બે કેસો મામલે ચુકાદો આવવાનો બાકી છે. રામ રહીમ પર પોતાના જ ડેરાના મેનેજર રણજીતસિંહની હત્યાનો આરોપ છે. આ કેસની અંતીમ સુનાવણી શરૃ થઇ ગઇ છે. હાલ આ કેસમાં જે ૬૦ જેટલા શાક્ષી હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ જ સપ્તાહમાં પત્રકાર છત્રપતિની હત્યાના કેસની પણ અંતીમ સુનાવણી શરૃ થશે. આ બન્ને કેસમાં પક્ષકારો પોતાની અંતીમ દલીલો કરશે.