Home » India » Delhi » માત્ર પાંચ પૈસા પ્રતિ લિટર પીવાનું પાણી મળશે : કેન્દ્ર

News timeline

Delhi
5 hours ago

પઠાણકોટ એરબેઝ પાસે સેનાના પહેરવેશમાં હથિયારબંધ 3 શંકાસ્પદ લોકો જોવા મળ્યા

Delhi
6 hours ago

ગરીબી સમજવા મારે પુસ્તક વાંચવાની જરૃર નથી, હું ગરીબીમાં ઉછર્યો છું : મોદી

India
6 hours ago

મુંબઇમાં જ્વેલર્સની દુકાનોમાં અખાત્રીજની ખરીદી શુકન પૂરતી સિમિત રહી

Delhi
7 hours ago

નોટબંધીનું ભુત મોદી સરકારને શોધવા ફરી જાગૃત થઇ ગયુ છે : ચિદમ્બરમ

Delhi
7 hours ago

મોદી મને મૌન તોડવાનું કહેતા, હવે આ સલાહનું અનુસરણ તેમણે કરવું જોઈએ: મનમોહન

India
7 hours ago

સિમલા નજીકના ગામમાં ભીષણ આગ : ૫૦ ઘર ખાક

Bangalore
7 hours ago

કઠુઆની ઘટના અત્યંત શરમજનક, બાળકો, મહિલાઓની સુરક્ષાની જવાબદારી સમાજની : કોવિંદ

India
7 hours ago

મ.પ્રદેશમાં જાનૈયાની મીની ટ્રક સોન નદીમાં પડતા ૨૧નાં મોત, આઠ ઘાયલ

Breaking News
21 hours ago

જસદણ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા

Ahmedabad
21 hours ago

હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે: તોગડિયા

Ahmedabad
23 hours ago

સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ત્રણ સફારી પાર્ક વિકસાવાશે

Gujarat
1 day ago

અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ

માત્ર પાંચ પૈસા પ્રતિ લિટર પીવાનું પાણી મળશે : કેન્દ્ર

ભોપાલ  :  ભારતમાં દરિયાઈ જળથી થોડાક જ દિવસોમાં પીવાનું પાણી મળી શકશે. માત્ર પાંચ પૈસા પ્રતિ લિટરે પીવાનું પાણી મળશે તેવી જાહેરાત કરીને કેન્દ્ર સરકારે તમામ લોકોને વિચારતા કરી દીધા છે. ભારતમાં પીવાના પાણીની તકલીફનો દુર કરવા માટે જુદા જુદા પ્રયોગો ચાલી રહ્યા છે. જો આ પ્રયોગો સફળ રહેશે તો પાણીની કટોકટોને દુર કરી શકાશે. કેન્દ્રિય જળ સંશાધન પ્રધાન નિતિન ગડકરીએ કહ્યું છે કે, દેશમાં ટૂંક જ સમયમાં જ દરિયાઈ પાણીને પીવાલાયક બનાવવામાં આવશે અને પાણી ઘરો સુધીમાં માત્ર પાંચ પૈસા પ્રતિ લિટરના દરે પહોચશે.

ગડકરીએ કહ્યું હતું કે, હાલમાં જ દરિયાઈ જળને પીવા લાયક બનાવવા માટે ટ્રાયલની પ્રક્રિયા ચાલી રહી છે. તમિળનાડુના તુતીકોરીનમાં પ્રયોગો ચાલી રહ્યા છે. ગડકરીએ બે દિવસીય નદી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ મુજબની વાત કરી હતી. તેમને કહ્યું હતું કે, આ કમનસીબ બાબત છે કે, કેટલાક રાજ્યો નદી જળ વહેચણીના મુદ્દા પર લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં નદીઓના જળ ને લઈને ચાલી રહેલી ખેચતાણ બિલકુલ યોગ્ય નથી પરંતુ પાકિસ્તાન તરફથી નદીઓના જળને લઈને કોઈને ચિંતા સતાવી રહી નથી.

ભારત અને પાકિસ્તાન પારસ્પરિક રીતે ૬ નદીઓના પાણીને વહેચી રહ્યા છે. અત્રે નોધનીય છે કે, હાલમાં વિશ્વના કેટલાક દેશોમાં દરિયાઈ જળનો ઉપયોગ પીવાના પાણી માટે કરવામાં આવી રહ્યો છે. ઈઝરાયલમાં દરિયાઈ જળનો ઉપયોગ પીવાલાયક બનાવવા સફળ કામગીરી થઈ છે. ઈઝરાયલમાં દરિયાઈ જળને લોકો પીવી રહ્યા છે. થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઈઝરાયેલના પ્રવાસે ગયા હતા ત્યારે ભારતમાં પણ આવા પ્રયોગો કરવાને લઈને વાતચીત થઈ હતી. એટલુ જ નહીં ઇઝરાયેલમાં એક પ્રોજેક્ટની મુલાકાતે પણ મોદી પહોચ્યા હતા. દરિયાઈ જળને લઈને અનેક પ્રયોગો ભારતમાં હાલ થઈ રહ્યા છે.