Home » India » Delhi » આંધી-તોફાન, વરસાદમાં બે માસમાં ૨૭૮ના થયેલા મોત

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
17 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
17 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
17 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
17 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

આંધી-તોફાન, વરસાદમાં બે માસમાં ૨૭૮ના થયેલા મોત

નવી દિલ્હી :   દેશભરમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રચંડ તોફાન અને વરસાદ સંબંધિત બનાવોમાં વધુ લોકોના મોત થયા છે. ૨૦૧૭ની સરખામણીમાં વધુ લોકોના મોતના આંકડા અભ્યાસ બાદ જાણવા મળ્યા છે. ગયા વર્ષે સમગ્ર વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૧મી એપ્રિલ બાદથી તોફાન અને વરસાદમાં વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. રવિવાર બાદથી જ પ્રચંડ તોફાન અને વરસાદથી છ રાજ્યોમાં ૯૪ લોકોના મોત થઇ ચુક્યા છે. આની સાથે જ એપ્રિલ બાદથી તોફાનોમાં મોતનો આંકડો ૨૭૮ પહોંચ્યો છે. મેના પ્રથમ બે સપ્તાહમાં મોતનો આંકડો ૨૨૩ રહ્યો છે જ્યારે એપ્રિલ મહિનામાં ૫૫ લોકોના મોત થયા છે. ગયા વર્ષે વાવાઝોડામાં ૧૯૭ના મોત થયા હતા જ્યારે ૨૦૧૬માં ૨૧૬ના મોત થયા હતા. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા ઉપર આ બાબત આધારિત છે.

હવામાન વિભાગનું પણ કહેવું છે કે, છેલ્લા પાંચ સપ્તાહમાં ઉત્તર ભારતમાં તોફાન અભૂતપૂર્વ રહ્યું છે. મોનસુનની સિઝનમાં પણ ઉત્તરભારતમાં વરસાદ અને વાવાઝોડુ આવતું રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સામાન્યરીતે આ સ્થિતિ સર્જાય છે પરંતુ આ વખતે વહેલીતકે આ સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધૂળભરેલા તોફાન અને વરસાદના લીધે રવિવારના દિવસે મોડી સાંજે ભારે નુકસાન થયું હતું. આ આંધી તોફાનમાં મોતનો આંકડો વધીને ૫૭ ઉપર પહોંચી ગયો હતો. સંપત્તિને અભૂતપૂર્વ નુકસાન પણ થયું હતું.

એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે નુકસાન થયું છે જ્યાં ૩૯ લોકોના મોત થઇ ગયા હતા. બંગાળમાં ચાર, આંધ્રમાં નવ અને દિલ્હીમાં એકનું મોત થયું હતું. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાં પણ અનેક જગ્યાઓએ વરસાદ થયો હતો.

૧૦ દિવસ પહેલા જ પ્રચંડ તોફાન અને વરસાદના કારણે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને પંજાબમાં ૧૩૪ લોકોના મોત થયા હતા અને ૪૦૦ લોકો ઘાયલ થયા હતા. એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે ૮૦ લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં પણ આગરામાં સૌથી વધુ નુકસાન થયું હતું. નવમી મેના દિવસે ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ફરી પ્રચંડ આંધી તોફાનમાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૨૭ લોકો ઘાયલ થયા