Home » India » Bangalore » કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની પણ બહુમતિથી દૂર

News timeline

Business
5 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
34 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
36 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
2 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની પણ બહુમતિથી દૂર

બેંગ્લોર  :  જેની રાજકીય વર્તુળો અને કારોબારીઓમાં ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ રહ્યો હતો પરંતુ ભાજપ બહુમતિથી થોડાક જ અંતરે રહી ગયા બાદ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં પાર્ટી પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં રાજકીય ગઠબંધન માટે કાવાદાવા શરૃ થયા હતા. બહુમતિના આંકડા સુધી પહોંચવા માટે કોઇપણ પાર્ટીને ૧૧૨ સીટની જરૃર હતી. એક વખતે પાર્ટીએ ૧૧૨નો બહુમતિનો આંકડો પાર કરીને ૧૨૧ સીટ સુધી લીડ મેળવી હતી પરંતુ છેલ્લે તેની લીડમાં ઘટાડો થયો હતો.

ભાજપે કર્ણાટકમાં યોજાયેલી ૨૨૪ વિધાનસભાની કુલ સીટ પૈકીની ૨૨૨માંથી ૧૦૪ સીટો જીતી હતી. ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીને ૭૬ સીટો મળી હતી. જેડીએસ ત્રીજા સ્થાન ઉપર રહી હતી તેને ૩૮ સીટો મળી હતી. અન્યોના ખાતામાં બે સીટો ગઈ હતી. કર્ણાટકમાં મતગણતરી શરૃ થયા બાદથી જોરદાર રોમાંચની સ્થિતિ રહી હતી. કર્ણાટકમાં ચૂંટણી પરિણામથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ફટકો પડયો છે. તેમની રણનીતિ ફરીએકવાર ફ્લોપ રહી છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની ચૂંટણીને સેમિફાઇનલ તરીકે તમામ પંડિતો ગણી રહ્યા હતા. ભારે સસ્પેન્સ અને અપેક્ષાઓ વચ્ચે મતગણતરી આજે શરૃ થયા બાદ શરૃઆતમાં જોરદાર સ્પર્ધા ધારણા પ્રમાણે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી હતી. જો કે મોડેથી ભાજપે મજબુત લીડ મેળવી લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મહેનત રંગ લાવી હતી.

ભાજપે સૌથી મોટી પાર્ટી બનવામાં સફળતા હાંસલ કરી હતી. કર્ણાટક ચૂંટણીના પરિણામ પર દેશના કરોડો લોકોની પણ નજર મતગણતરી શરૃ થયા બાદ કેન્દ્રિત થઇ ગઇ હતી. ૧૨મી મેના દિવસે ઉંચુ મતદાન ૭૦ ટકાની આસપાસ રહ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા જીત માટેના દાવા કરવામાં આવી રહ્યા હતા. બીજી બાજુ મોટા ભાગના એગ્ઝિટ પોલમાં ત્રિશકુ વિધાનસભાની વીત કરવામાં આવી રહી હતી  જેથી ભાજપ અને કોંગ્રેસ તેમજ જેડીએસ દ્વારા પોત પોતાની રીતે પણ નવા સમીકરણ બેસાડી દેવાના પ્રયાસ શરૃ કરવામાં આવ્યા હતા. મતદાન બાદ કર્ણાટકમાં ભાજપના મુખ્યપ્રધાન પદના દાવેદાર બીએસ યેદીયુરપ્પાએ કહ્યુ હતું કે ભાજપ ૧૨૫થી ૧૩૦ સીટો જીતી જશે જ્યારે કોંગ્રેસ પાર્ટી ૭૦ના આંકડાને પણ પાર કરી શકશે નહીં. તેમના દાવા પણ ખોટા સાબિત થયા છે. ભાજપ તેમના કહેવા મુજબની સીટો જીતવામાં અસફળ રહ્યું હતું.

ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ચોક્કસપણે ઉભરી હતી.  ભાજપની તરફેણમાં જોરદાર મોજુ હોવાનો દાવો પણ યેદીયુરપ્પાએ કર્યો હતો. ૧૨મી મેના દિવસે કર્ણાટકમાં ૫૮૫૪૬ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સવારે ૭થી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ હતું. કર્ણાટકમાં ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૧.૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૭૦ ટકા મતદાન થયું હતુ. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૨૧૬ મહિલા ઉમેદવાર સહિત ૨૬૫૪ ઉમેદવારોના ભાવિ ૧૨મી મેના દિવસ બાદ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજે તેમના ભાવિનો ફેંસલો થયો હતો. બેલાગાવી જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં ૩૭૨૩૫૮૫ મતદારો નોંધાયા હતા. બે મતવિસ્તાર જયનગર અને રાજેશ્વરીનગરમાં મતદાન મોકૂફ કરવામાં આવ્યું હતું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાંની સાથે જ રાજકીય પક્ષો પોતાના સમીકરણો બેસાડવામાં લાગી ગયા  હતા.