Home » India » Delhi » લાલૂ પ્રસાદ પટના જવા માટે જેલથી રાંચી એરપોર્ટ જવા રવાના થયા

News timeline

Gujarat
23 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
3 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

લાલૂ પ્રસાદ પટના જવા માટે જેલથી રાંચી એરપોર્ટ જવા રવાના થયા

પટના :  આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ રાંચીના બિરસા મુંડા જેલથી નિકળીને એરપોર્ટ જવા માટે રવાના થઇ ચૂક્યા છે.

રાંચી એરપોર્ટથી તેઓ સાંજની ફ્લાઇટથી પટના જશે. જેલમાં તેમને બહાર લાવવાની કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી ત્યારે તેઓ જેલમાંથી બહાર નિકળ્યા. તેમની સાથે રાજદ ધારાસભ્ય ભોલા યાદવ છે.

રિપોર્ટ અનુસાર સીબીઆઇ કોર્ટમાં લાલૂ યાદવ તરફથી 50-50 હજારના બે બેલ બૉન્ડ ભરવામાં આવ્યા છે. ત્યારબાદ કોર્ટે જેલ વહીવટીતંત્રને લાલૂની રિલીઝ ઑર્ડર જાહેર કર્યા. જો કે બેલ બૉન્ડને લઇને ત્યારે ફસાઇ ગયા હતા જ્યારે સીબીઆઇ કોર્ટે લાલૂ યાદવ પાસે તેમનો પાસપોર્ટ માંગ્યો, પરંતુ સીબીઆઇએ કોર્ટને લખીને આપ્યું કે પાસપોર્ટ તેમની પાસે છે. ત્યારબાદ બેલ બૉન્ડ જાહેર કરવામાં આવ્યું. ઝારખંડ હાઇકોર્ટથી પ્રોવિઝનલ બેલ સંબંધિત આદેશ સીબીઆઇ કોર્ટને આજે જ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે લાલૂ યાદવના પ્રોવિઝનલ જામીન સંબંધિત આદેશ સીબીઆઇ કોર્ટને મળી શક્યા ન હતા. જેના કારણે તેઓ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા. ઝારખંડ હાઇકોર્ટે લાલૂ યાદવને મેડિકલ ગ્રાઉન્ડ પર 6 અઠવાડિયાના કામચલાઉ જામીન આપ્યા છે. લાલૂ સોમવારે ત્રણ દિવસના પેરોલ ખત્મ કરીને પટનાથી રાંચીના હોટવાર જેલમાં રાખવામાં આવ્યા હતા.