Home » India » દિકરો થયો બોર્ડ પરીક્ષામાં નાપાસ તો પિતાએ કાઢ્યો વરઘોડો

News timeline

Gujarat
24 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
3 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

દિકરો થયો બોર્ડ પરીક્ષામાં નાપાસ તો પિતાએ કાઢ્યો વરઘોડો

ખજૂરાહો : દેશમાં હાલમાં વેકેશનની સાથે સાથે પરિણામોની પણ સિઝન ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પર પાસ થવાનું જ નહી સારા માર્કસ મેળવવાનુ દબાણ પણ જોવા મળી રહ્યુ છે. આવામાં ઓછુ પરિણામ આવવાન કારણે અથવા તો નાપાસ થવાના કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે.

આવા સંજોગોમાં મધ્યપ્રદેશમાં બનેલો એક કિસ્સો એવો છે જેમાંથી સેંકડો માતા પિતા પ્રેરણા લઈ શકે છે.મધ્યપ્રદેશના ખજુરાહોમાં રહેતો આશુ વ્યાસ નામનો વિદ્યાર્થી તાજેતરમાં જાહેર થયેલા ધો 10ના પરિણામમાં 6માંથી 4 વિષયમાં નાપાસ થયો હતો.

મોટાભાગના માતા પિતા સંતાનનુ આવુ પરિણામ આવે તો તેની ખબર લઈ નાંખે પણ આશુના પિતા સુરેન્દ્ર વ્યાસે પરિણામ જોઈને લાલચોળ થવાની જગ્યાએ દિકરાનો ભવ્ય વરઘોડો કાઢ્યો હતો.

તેમને બીક હતી કે પુત્ર કોઈ ખોટુ પગલુ ના ભરે.આ માટે તેમણે આતશબાજી કરી અને મીઠાઈઓ પણ વહેંચી હતી.આશુએ પિતાને વચન આપ્યુ છે કે તે ફરી 4 વિષયનો અભ્યાસ કરીને પરીક્ષા આપશે અને પાસ થશે.