Home » India » Hyderabad » આંધ્રમાં નવ વર્ષની બાળકીની છેડતી પછી ટોળાએ પોલીસ સ્ટેશનને ધમરોળ્યું

News timeline

Gujarat
25 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

આંધ્રમાં નવ વર્ષની બાળકીની છેડતી પછી ટોળાએ પોલીસ સ્ટેશનને ધમરોળ્યું

હૈદરાબાદ :  આંઘ્ર પ્રદેશના ગંતુર શહેરમાં આજે વહેલી સવારે નવ વર્ષની બાળકીની ૨૦ વર્ષના યુવાને કરેલી છેડતી પછી રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધો હતો અને ચારે તરફ વિરોધ પ્રદર્શન થતાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. નાગરિકોએ પોલીસો પર પથ્થરમારો કરતાં ચાર પોલીસને ઇજા થઇ હતી. બાળકીના પરિવારના સભ્યો અને તેમના સબંધીઓએ છેડતી કરનાર યુવકને પોતાને સોંપી દેવા માગ કરી હતી.

લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો અને ૨૨ વાહનોને આગ ચાંપી હતી.રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા ઘટના સ્થળે ધસી ગયેલા ગંતુરના પોલીસ વડા એ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બળાત્કાર કર્યો નહતો, માત્ર છેડતી કરી હતી.’ અમે કેસ નોંધી લીધો છે. સ્થિતિ નિયંત્રણમાં છે’એમ તેમણે કહ્યું હતું. પોલીસ અનુસાર, મંગળવારે સવારે જુના ગંતુર વિસ્તારમાં બાલાજીનગરમાં પોતાના ઘરની બાજુમાં રહેતી નવ વર્ષની બાળકીની કે. રઘુએ છેડતી કરી હતી.

બીજા ધોરણમાં ભણતી બાળકી ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી અને  સાંજે ઘર પહોંચતા પહેલા પાણીની ટાંકી પાછળ સંતાઇ ગઇ હતી. તેણે પોતાના વાલીઓને આ ઘટનાની જાણ કરી હતી. તેમણે તાત્કાલિક સ્થાનિકો અને સબંધીઓને સાવધાન કર્યા હતા જેમણે રઘુના ઘરને ઘેરી લીધો હતો, પરંતુ રઘુ મળ્યો નહતો.  બાળકીના ઘર વાળા મને મારી નાંખશે એવા ડરથી સાંજે રઘુ જુના ગંતુર પોલીસ સ્ટેશન હાજર થયો હતો.

આની જાણ થતાં રાતના દસ વાગે સ્થાનિકો અને સબંધીઓ પોલીસ સ્ટેશને આવ્યા હતા અને રઘુને સોંપી દેવાની માગ કરી હતી. પોલીસે કહ્યું હતું કે રઘુ સામે કેસ દાખલ કર્યો હતો. જો કે લોકોનો આક્રોશ શાંત થયો નહતો. પોલીસે  લોકોને વિખેરવા લાંઠી ચાર્જ કર્યો હતો અને રબરની બુલેટ ફાયર કરી હતી.