Home » Headline News » મોદી હિંદુત્વનો મતલબ પણ નથી જાણતા : રાહુલ

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

મોદી હિંદુત્વનો મતલબ પણ નથી જાણતા : રાહુલ

મોદી દેશના બેરોજગાર યુવાઓના મનનની વાત ક્યારે સાંભળશે

નવી દિલ્હી- રાજસ્થાનના જયપુરમાં યોજાયેલી એક રેલીને રાહુલ ગાંધીએ સંબોધી હતી. જે દરમિયાન દેશમાં વધી રહેલી બેરોજગારીની સમસ્યા માટે તેમણે મોદીને જવાબદાર ઠેરવ્યા હતા. રાજસ્થાન અને દેશના અન્ય ભાગોમાં બેરોજગારીની સમસ્યા એટલી વકરી છે કે હવે યુવાઓ આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યા છે અને આ માટે કેન્દ્રની મોદી સરકારની નીતીઓ જવાબદાર છે.

મોદી દર મહિને મન કી બાત કાર્યક્રમ યોજે છે. જેમાં તેઓ પોતાના મનની વાત કરતા હોય છે. જેને પગલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટોણો મારતા કહ્યું હતું કે મોદીજી હવે આ દેશના યુવાઓના મનની વાત પણ સાંભળો. દેશના યુવાઓના મનમાં એક જ સવાલ છે કે મોદીજી રોજગારીના વચનો પુરા કરીને ક્યારે અમને નોકરી આપશે?

સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પણ વિવાદ ચાલી રહ્યો છે. સરકાર પર વિપક્ષ જવાનોના બલીદાન મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ સાથે દાવો કર્યો હતો કે જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ત્રણ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પણ અમે જવાનોના બલીદાન મુદ્દે રાજનીતી કરીને જવાનોની બહાદુરીને શ્રેય લેવાનો પ્રયાસ નહોતો કર્યો જે હાલ મોદી સરકાર કરી રહી છે.

હિંદુત્વ વિશે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હિંદુત્વ શું છે અને તેનો અર્થ શું છે તે મોદીને ખ્યાલ જ નથી. મોદી ખુદને હિંદુુ કહે છે પણ પોતે હિંદુત્વનો મતલબ પણ નથી જાણતા. ગીતા શું કહે છે અને હિંદુ ધર્મનો સાર શું છે તેની જાણકારી દરેક પાસે છે પણ મોદીને તેની કોઇ જ માહિતી નથી.