Home » India » North India » કાશ્મીરમાં હિમસ્ખલન: 7 જવાન સહિત 11નાં મોત, ભયંકર હિમતાંડવ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

કાશ્મીરમાં હિમસ્ખલન: 7 જવાન સહિત 11નાં મોત, ભયંકર હિમતાંડવ

નવી દિલ્હી : કાશ્મીરના કુલગામ જિલ્લામાં જવાહરટનલ નજીક થયેલા હિમસ્ખલનમાં પોલીસ પોસ્ટ દટાઈ ગઈ. પોસ્ટમાં ફરજમાં તૈનાત સાત પોલીસ જવાનનાં મૃત્યુ થયા હતા. અનંતનાગમાં ભારે હિમવર્ષામાં પણ બેના મોત થયા હતા.

જમ્મુ શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલનમાં પણ બેના મોત થયા હતા. આમ કાશ્મીરમાં બરફવર્ષામાં કુલ ૧૧ના મોત થયા હતા.  હિમાચલ પ્રદેશમાં પણ ભારે બરફવર્ષા હતી. પંજાબ અને હરિયાણા તેમજ રાજસ્થાનમાં વરસાદને પગલે ઠંડીમાં વધારો થયો હતો.

કાશ્મીરમાં અવિરત બરફવર્ષાથી જનજીવન ઠપ થયું હતું. કુલગામ જિલ્લામાં જવાહરટનલ નજીક પોલીસ પોસ્ટ પર થયેલા હિમસ્ખલનમાં સ્ટેશનમાં ફરજ પર રહેલા ૧૦ જવાન દબાઈ ગયા હતા. જે પૈકી સાતના મૃતદેહ મળ્યા હતા. બે જવાનનો બચાવ થયો હતો. જ્યારે એક હજી લાપતા હતો.

બીજી એક ઘટનામાં અનંતનાગ જિલ્લામાં એક મકાન પર હિમસ્ખલન થતાં દંપતિનું મોત થયું હતું. બે બાળકનો બચાવ થયો હતો. જમ્મુ શ્રીનગર હાઈવે પર રામવાલ નજીક ભૂસ્ખલન થતાં બે ના મોત થયા હતા. આ બંને આ વિસ્તારમાંથી પગપાળા જઈ રહ્યા હતા.

હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા અને વરસાદથી સંખ્યાબંધ રોડ બંધ થયા હતા. શિમલા, લાહોલ અને સ્પિતિ સહિત ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઈ હતી. શિમલામાં ૩૬ સેન્ટીમીટર અને મનાલીમાં ૩૫ સેન્ટીમીટર બરફવર્ષા થઈ હતી. તળેટીના મેદાનોમાં ભારે વરસાદ થયો હતો. ધરમસાલામાં ૯૮.૨ મી.મી. કાંગડીમાં ૬૭ મી.મી., ભાભાનગર, કિન્નોર અને ઉનામાં ૫૬.૨ મી.મી. વરસાદ થયો હતો.

લાહોલ અને સ્પિતિમાં હિમસ્ખલન થયા હતા. શિમલામાં માઈનસ ૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિમાચલમાં ભારે બરફવર્ષાને પગલે રેકીંગ પીઓ તરફ જતી બે બસ ફસાઈ ગઈ હતી. તારાપુર પોલીસની બચાવ ટુકડીએ તેનો બચાવ કર્યો હતો અને સરકારી વાહનોમાં સલામત સ્થળે ખસેડયા હતા.

રાજસ્થાનમાં કરા સાથે વરસાદને પગલે તીવ્ર ઠંડીનું મોજું ફેલાયું હતું. પાલી, અજમેર, બિકાનેર સહિતના વિસ્તારો ઠંડાગાર બન્યા હતા. રાજસ્થાનના ભરતપુરમાં નવ મી.મી., કુબેરમાં ૧૩ મી.મી. અને શ્રીગંગાનગરમાં ૧.૯ મી.મી. વરસાદ થયો હતો. માઉન્ટ આબુમાં ૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જ્યારે મોટા ભાગના વિસ્તારોનું તાપમાન ત્રણથી સાત ડિગ્રી વચ્ચે રહ્યું હતું અને મહત્તમ તાપમાન ૧૩થી ૨૫.૫ ડિગ્રી વચ્ચે નોંધાયા હતા. પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદને પગલે તીવ્ર ઠંડી પડી હતી. હિસારમાં ૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પંજાબના આદમપુરમાં પાંચ ડિગ્રી અને અમૃતસરમાં ૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.