Home » Headline News » માથા પર હિજાબ પહેરવાના નિયમનો વિરોધ, ભારતની ચેસ ચેમ્પિયન નહીં જાય ઈરાન

News timeline

Gujarat
4 hours ago

સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

Delhi
5 hours ago

ગયા વર્ષે દેશમાં 1575 બાળકોનું જાતીય શોષણ, સરકાર જોતી રહી: સુપ્રીમ

Bangalore
5 hours ago

ભારત 2022માં લોન્ચ કરશે સમાનવ અવકાશી મિશન

Ahmedabad
5 hours ago

૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

Cricket
6 hours ago

આફ્રિકા સામે શ્રીલંકાનો ૩ વિકેટથી વિજય

Gandhinagar
7 hours ago

વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

World
8 hours ago

બ્રિટનની સંસદ નજીક બેરિયર્સ તોડી કારે સંખ્યાબંધને કચડી નાખ્યા

Entertainment
8 hours ago

કેટ વિન્સલેટની પાસે હાલ ત્રણ ફિલ્મોનું કામ

Ahmedabad
8 hours ago

૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

Breaking News
9 hours ago

રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

Headline News
10 hours ago

સિનસિનાટી માસ્ટર્સ : ભારે સંઘર્ષ બાદ યોકોવિચનો જોહન્સન સામે વિજય

Gujarat
11 hours ago

અંબાજી મંદિરને સુવર્ણ બનાવવા વધુ બે કિલોગ્રામ સોનું ખરીદાયું

માથા પર હિજાબ પહેરવાના નિયમનો વિરોધ, ભારતની ચેસ ચેમ્પિયન નહીં જાય ઈરાન

પૂણે :  ચેસની રમતની મહિલા ગ્રાન્ડ માસ્ટર અને પૂર્વ જુનિયર ગર્લ્સ ચેમ્પ્યિન સૌમ્યા સ્વામિનાથને 26 જુલાઈથી 4 ઓગષ્ટ સુધી ઈરાનમાં યોજાનારી એશિયન ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. આની પાછળનુ કારણ એ છે કે આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર મહિલાઓ માટે માથા પર સ્કાર્ફ અથવા તો હિજાબ ઓઢવો ફરજીયાત છે અને સૌમ્યાએ આ નિયમનુ પાલન કરવાની તૈયારી બતાવી નથી.

તેણે આ નિયમને પોતાના વ્યક્તિગત અધિકારીઓનુ ઉલ્લંઘન કરનાર બતાવ્યો છે. સૌમ્યા ભારતની પાંચમા નંબરની મહિલા ચેસ ખેલાડી છે.29 વર્ષીય સૌમ્યાએ ફેસબૂક પર લખ્યુ છે કે હું જબરદસ્તી હિજાબ પહેરવા નથી માંગતી.ઈરાનના કાયદામાં ફરજિયાત હિજાબ પહેરવાનુ છે જે મારા માનવઅધિકારનુ ઉલ્લંખન છે અને તે મારી અભિવ્યક્તિની આઝાદી, વિચારોની આઝાદી અને મારા ધર્મ પર પણ તરાપ સમાન છે.

આ સ્થિતિમાં મારી પાસે મારા અધિકારોની રક્ષા માટે એક જ વિકલ્પ બચે છે અને તે છે કે હું આ ચેમ્પિયનશિપમાં ભાગ ના લઉં. સોમ્યાએ લખ્યુ છે કે એક ખેલાડી માટે રમત સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે અને આ માટે કેટલાક સમાધાન કરાવા પડે છે પણ કેટલીક બાબતો એવી હોય છે જેમા સમાધાન કરવુ શક્ય નથી હોતુ.