Home » Lifestyle » Automobile » પેસેન્જર વાહનોમાં પંક્ચર, વેચાણ 5 વર્ષના તળિયે

News timeline

Bhuj
21 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
25 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

પેસેન્જર વાહનોમાં પંક્ચર, વેચાણ 5 વર્ષના તળિયે

અમદાવાદ:દેશનો ઓટો ઉદ્યોગ છેલ્લાં પાંચ વર્ષની સૌથી કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનો તહેવારનો મહિનો ગણવામાં આવે છે અને તેમાં કાર હોય કે ટુ-વ્હીલર્સનો વેચાણ ગ્રોથ પોઝિટિવ રહેતો હોય છે. પરંતુ આ વર્ષે નવેમ્બર મહિનો પેસેન્જર કાર ઉત્પાદકો માટે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ખરાબ રહ્યો છે તો નિકાસ મોરચે પણ સૌથી નિરાશાજનક કામગીરી જોવા મળી છે. આનાથી વિરુદ્ધ નવેમ્બર મહિનામાં સતત બીજા વર્ષે ટુ-વ્હીલર્સના વેચાણમાં પોઝિટિવ ગ્રોથ જોવાયો હતો તો નાણાવર્ષ 2018-’19ના પ્રથમ આઠ મહિનામાં ટુ-વ્હીલર્સના વેચાણનો ગ્રોથ ડબલ ડિજિટમાં 13.1 ટકા હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી શ્રેષ્ઠ છે.

ઓટો કાર કંપનીઓ દ્વારા નવાં મોડલ અને મોટા ડિસ્કાઉન્ટની ઓફર કરી હોવા છતાં દિવાળી સમયે વેચાણમાં ગ્રોથ જોવાયો નથી એ સૂચવે છે કે ઓટો ઉદ્યોગ ખાસ કરીને પેસેન્જર કાર અને કોમર્શિયલ વાહનોનું માર્કેટ મંદીનો સામનો કરી રહ્યું છે. આની સીધી અસર આ સેગમેન્ટના શેરો પર પણ જોવા મળી છે જેમાં મારુતિ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, એસ્કોર્ટ જેવા શેરોના ભાવમાં ઘટાડાનો ટ્રેડ જોવાયો છે તો સામે બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, TVS મોટર્સ જેવી કંપનીઓના શેરોના ભાવમાં સુધારો નોંધાયો છે.