Home » Lifestyle » Automobile » ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સને ઉત્તેજન આપવા બાઈક પર ગ્રીન સેસ શક્ય

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સને ઉત્તેજન આપવા બાઈક પર ગ્રીન સેસ શક્ય

નવી દિલ્હી:ઇલેક્ટ્રિક વાહનોને ઉત્તેજન આપવા માટે સરકાર પેટ્રોલથી ચાલતાં ટુ-વ્હીલર્સ પર ટૂંક સમયમાં ગ્રીન સેસ લાદવા વિચારી રહી છે. પરિણામે મોટર સાઇકલ કે સ્કૂટર ચલાવવા માટે લોકોએ વધારે ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે. હાલમાં વિચારણા હેઠળની દરખાસ્ત પ્રમાણે પેટ્રોલથી ચાલતાં ટુ-વ્હીલર્સ પર 800થી 1,000નો સેસ લાદી શકાય છે. આગામી બે-ત્રણ વર્ષમાં દેશના રસ્તા પર 10 લાખથી વધારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ લાવવા માટે આ નાણાંનો પ્રોત્સાહન તરીકે ઉપયોગ કરવામાં આવશે. ગયા વર્ષે દેશમાં 2.1 કરોડથી વધારે ટુ-વ્હીલર્સનું વેચાણ થયું હતું.

આ હિલચાલથી વાકેફ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, “આજે પેટ્રોલના ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ભાવ વચ્ચે લગભગ 55,000થી 60,000 સુધીનો તફાવત છે. આ ગેપને શક્ય એટલો ઘટાડવાનો પ્રયાસ છે. તેના માટે પેટ્રોલ સંચાલિત વાહનો પર સેસ નાખવામાં આવશે જે પ્રદૂષણ ફેલાવે છે. આ પગલાંથી ઇલેક્ટ્રિક વાહનોને સબસિડાઇઝ કરી શકાશે અને ક્રૂડની વધતી આયાત તથા પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી શકાશે.”