Home » Lifestyle » Automobile » ક્વિડમાં ખામી: રેનો 50,000 કાર રિકોલ કરશે

News timeline

Top News
1 hour ago

વર્ષના અંતમાં મોદી, ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેશે

Bollywood
2 hours ago

દિયા મિર્ઝા તેમજ પ્રિયંકા પ્રાદેશિક ફિલ્મ નિર્માણમાં

Bollywood
4 hours ago

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ

Gujarat
4 hours ago

સુરતમાં પિતાના PFના ૧૫ લાખ પર સમન્સ, દીકરો ઈન્કમટેક્સમાં જ રડી પડ્યો

Bhuj
4 hours ago

દ્વારકાનું નવીનીકરણ કરવા ‘પ્રસાદ’ યોજના

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં બે દિવસમાં ૧,૨૦૦થી વધુ લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા

World
5 hours ago

ન્યૂઝિલેન્ડની સ્કૂલમાં છોકરાઓને સ્કર્ટ અને છોકરીઓને ટ્રાઉઝરની છૂટ

Cricket
6 hours ago

ભારતે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ચાર વખત શ્રેણી જીતી

Canada
6 hours ago

કેનેડીયનોએ હવે તોફાની મોસમથી ટેવાવું પડશે : વૈજ્ઞાનિકો

Gujarat
6 hours ago

સતત બીજા દિવસે વડોદરા ગેસ દુર્ગંધની લપેટમાં

Gujarat
7 hours ago

OLX પર બિલાડીના બદલામાં કૂતરું ખરીદવા જતા ભેરવાયા

Bollywood
8 hours ago

સલમાન-કેટરીના પાંચ વર્ષ બાદ ફરીથી સાથે દેખાશે

ક્વિડમાં ખામી: રેનો 50,000 કાર રિકોલ કરશે

નવી દિલ્હી:ફ્રેન્ચ કાર ઉત્પાદક રેનોની સૌથી વધુ વેચાતી સ્મોલ કાર ક્વિડની ફ્યુઅલ સિસ્ટમમાં ખામી હોવાના કારણે 50,000 કાર પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. ભારતમાં અત્યાર સુધીમાં વેચાયેલી અડધાથી વધારે કારને રિકોલ કરવામાં આવશે.

રેનોએ જણાવ્યું કે આ નિર્ણયથી 18 મે 2016 સુધીમાં વેચાયેલી 50 હજાર કારને અસર થશે. ક્વિડ 500 સીસીનું સ્વૈચ્છિક ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને ફ્યુઅલ હોઝ ક્લિપ ઉમેરીને ફ્યુઅલ સિસ્ટમ ચેક કરશે.

અસરગ્રસ્ત કારને વિનામૂલ્યે ચકાસી આપવામાં આવશે અને જરૂર હશે તો સુધારા કરાશે. ફ્રેન્ચ કંપની દ્વારા ભારતમાં આ સૌથી મોટો રિકોલ છે. સ્મોલ કાર ક્ષેત્રે મારુતિની અલ્ટો સામે ક્વિડે જોરદાર ટક્કર આપી છે પરંતુ હવે તેની ગતિ ધીમી પડી શકે છે.

એન્ટ્રી લેવલના સેગમેન્ટમાં ડિઝાઇન અને વાજબી ભાવના કારણે ક્વિડ તાત્કાલિક સફળ થઈ હતી અને અત્યાર સુધીમાં 86,000 કાર વેચાઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા છ મહિનામાં ક્વિડના 56,028 યુનિટ વેચાયા હતા.

એવેન્ટિયમ એડ્વાઇઝર્સના મેનેજિંગ પાર્ટનર વી જી રામક્રિષ્નને કહ્યું કે આ સેગમેન્ટમાં અલ્ટો અને ક્વિડ વચ્ચે જ હરીફાઈ છે. રિકોલના નિર્ણયથી માંગને અસર થવાની શક્યતા ઓછી છે. મારુતિની અલ્ટો અત્યારે દેશમાં સૌથી વધુ વેચાતી પેસેન્જર કાર છે અને ગયા નાણાકીય વર્ષમાં તેના 2.63 લાખ યુનિટ વેચાયા હતા. એપ્રિલથી ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન અલ્ટોનું વેચાણ 16 ટકા ઘટીને 92,970 થયું હતું જ્યારે તેનો બજારહિસ્સો 48 ટકાથી ઘટીને 40 ટકા થયો હતો. રેનોનો બજારહિસ્સો લગભગ 19.8 ટકા છે.