Home » Lifestyle » Automobile » સેસમાં વૃદ્ધિથી લક્ઝુરિયસ કાર કંપનીઓના વેચાણમાં વહેલી દિવાળી

News timeline

Canada
1 min ago

વર્લ્ડકપમાં ફ્રાન્સનો વિજય થતાં મોન્ટ્રિયલમાં પાર્ટીઓનો ધમધમાટ

Cricket
1 min ago

ફખર ઝમાનનો ફાસ્ટેસ્ટ ૧,૦૦૦ રનનો રિચર્ડનો રેકોર્ડ તોડ્યો

Gujarat
13 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
1 hour ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

સેસમાં વૃદ્ધિથી લક્ઝુરિયસ કાર કંપનીઓના વેચાણમાં વહેલી દિવાળી

નવી દિલ્હી:કાર કંપનીઓ માટે વહેલી દિવાળીનો માહોલ છે. લક્ઝુરિયસ કારના સેસમાં વૃદ્ધિ પહેલાં ગ્રાહકોએ ખરીદી માટે ધસારો કર્યો છે અને એટલે હાઈ-એન્ડ કારના વેચાણમાં અચાનક ઉછાળો નોંધાયો છે. GST કાઉન્સિલ શનિવારની બેઠકમાં મોટી સેડાન અને SUVs પરનો સેસ 10 ટકા સુધી વધારવા અંગે નિર્ણય લેશે. GSTના અમલ પછી લક્ઝુરિયસ કારના ભાવમાં રૂ.1-10 લાખ સુધી ઘટાડો નોંધાયો છે. તેને લીધે એક મહિનામાં તેમની માંગમાં અનેક ગણો વધારો થયો છે. હ્યુંડાઇની મિડસાઇઝ સેડાન વર્ના અને SUVs ક્રેટા અને ટુસોંના વેચાણમાં અનુક્રમે 48 ટકા અને 83 ટકા ઉછાળો નોંધાયો છે.

ઓગસ્ટમાં ટોયોટાની કોરોલાસ, ઓલ્ટિસ, ઇનોવા ક્રિસ્ટા અને ફોર્ચ્યુનરની માંગ 40-50 ટકા ઊછળી છે. જર્મન કાર કંપની મર્સિડિઝ બેન્ઝના ભારત ખાતેના વેચાણમાં ૭૨ ટકા વધારો થયો છે. જ્યારે ઔડીનું સ્થાનિક બજારમાં વેચાણ 40-50 ટકા વધ્યું છે. હ્યુંડાઇ મોટર ઇન્ડિયાના ડિરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પૂછપરછમાં વધારો થયો છે અને રિટેલ આઉટલેટ્સમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રાહકોએ વાહનની વહેલી ખરીદીનો નિર્ણય લીધો છે. ટોયોટાની ઇનોવા ક્રિસ્ટાનો વેઇટિંગ ગાળો વધીને લગભગ 6-8 સપ્તાહ અને ફોર્ચ્યુનરનો 10-12 સપ્તાહ થયો છે. કંપની પ્લાન્ટ અને ડીલરશિપ્સની ઇન્વેન્ટરીમાં ઘટાડો કરવા સક્રિય છે.