Home » Lifestyle » Automobile » ચેન્નાઈ પૂરથી BMW, ફોર્ડના ઉત્પાદનને ભારે ફટકો

News timeline

Gujarat
4 hours ago

સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

Delhi
5 hours ago

ગયા વર્ષે દેશમાં 1575 બાળકોનું જાતીય શોષણ, સરકાર જોતી રહી: સુપ્રીમ

Bangalore
5 hours ago

ભારત 2022માં લોન્ચ કરશે સમાનવ અવકાશી મિશન

Ahmedabad
5 hours ago

૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

Cricket
6 hours ago

આફ્રિકા સામે શ્રીલંકાનો ૩ વિકેટથી વિજય

Gandhinagar
7 hours ago

વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

World
8 hours ago

બ્રિટનની સંસદ નજીક બેરિયર્સ તોડી કારે સંખ્યાબંધને કચડી નાખ્યા

Entertainment
8 hours ago

કેટ વિન્સલેટની પાસે હાલ ત્રણ ફિલ્મોનું કામ

Ahmedabad
8 hours ago

૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

Breaking News
9 hours ago

રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

Headline News
10 hours ago

સિનસિનાટી માસ્ટર્સ : ભારે સંઘર્ષ બાદ યોકોવિચનો જોહન્સન સામે વિજય

Gujarat
11 hours ago

અંબાજી મંદિરને સુવર્ણ બનાવવા વધુ બે કિલોગ્રામ સોનું ખરીદાયું

ચેન્નાઈ પૂરથી BMW, ફોર્ડના ઉત્પાદનને ભારે ફટકો

મુંબઈ:મુશળધાર વરસાદ અને ભયંકર પૂર બાદ ચેન્નાઈ ધીમે ધીમે બેઠું થઈ રહ્યું છે પણ ત્યાં પ્લાન્ટ ધરાવતી કાર કંપનીઓ હજુ પણ એસેમ્બલી લાઇન ધમધમતી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. વરસાદને કારણે કંપનીઓને પ્લાન્ટ બંધ રાખવાની ફરજ પડી હતી જેથી તેમને ઉત્પાદનમાં પણ જંગી ખોટ ગઈ છે. અમેરિકાની કાર ઉત્પાદક ફોર્ડ અને જર્મનીની લક્ઝરી કાર કંપની BMW ડિસેમ્બરમાં એક પણ કારનું ઉત્પાદન કરી શકી નથી.

BMW ઇન્ડિયા ચોથી જાન્યુઆરીએ ઉત્પાદન શરૂ કરે તેવી ધારણા છે જ્યારે ફોર્ડ ઇન્ડિયા 18 ડિસેમ્બર પછી જ ઉત્પાદન શરૂ કરી શકે તેવી શક્યતા છે. કંપનીની પ્રેશ શોપને પૂરના પાણીથી નુકસાન થયું હતું એમ પરિચિત લોકોએ જણાવ્યું હતું. અન્ય કાર કંપનીઓમાં રેનો નિસાન અને હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ઉત્પાદન ફરી શરૂ કર્યું છે.

નવેમ્બરના મધ્ય ભાગમાં શરૂ થયેલો અતિભારે વરસાદ છેક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહ્યો હતો અને તેનાથી અત્યાર સુધીમાં રૂ.1,500 કરોડની ઉત્પાદન ખોટ ગઈ હોવાનો અંદાજ છે. ફોર્ડની ઉત્પાદન ખોટમાં રૂ.850 કરોડ અને BMW રૂ.900 કરોડનો ઉમેરો કરે તેવી ધારણા છે.

કાચી ગણતરી મુજબ, મહિને 500-600 કાર બનાવતી BMWની એક કારની સરેરાશ કિંમત રૂ.50 લાખ ગણીએ તો તેને ઉત્પાદનમાં રૂ.250 કરોડની ખોટ ગઈ હોવાનો અંદાજ બેસે છે. દરરોજ 500-6000 કારનું ઉત્પાદન કરવાની યોજના ઘડનારી ફોર્ડની સરેરાશ કાર કિંમત રૂ.૬ લાખ ગણીએ તો તેને રૂ.600 કરોડની ઉત્પાદન ખોટ ગઈ હોવાનો અંદાજ છે.

BMWએ 1-4 ડિસેમ્બર સુધી પ્લાન્ટ બંધ રાખ્યો હતો કારણ કે તેના કામદારો પ્લાન્ટ સુધી પહોંચી શકવાની સ્થિતિમાં જ નહોતા. કંપનીના પ્રવક્તાના કહેવા પ્રમાણે, તે સમય દરમિયાન પ્લાન્ટના ઘણા ભાગમાં પાણી ઘૂસી ગયું હતું. પછી મેન્ટેનન્સ અને રિપેરિંગ કામ માટે પ્લાન્ટને 7-11 ડિસેમ્બર સુધી ખોલવામાં આવ્યો હતો પણ ઉત્પાદન થયું નહોતું. કંપનીએ જાન્યુઆરી સુધી મેન્ટેનન્સ કામ લંબાવ્યું છે.

ફોર્ડ ઇન્ડિયા આંશિકપણે કામ કરી રહી છે પરંતુ એસેમ્બલી લાઇન હજુ બંધ છે. કંપની ડિસેમ્બરમાં મેન્ટેનન્સ માટે પ્લાન્ટ બંધ રાખવાની છે. આ પ્લાન્ટ 18-19 ડિસેમ્બર સુધીમાં ઉત્પાદન શરૂ કરી શકે તેવું લાગતું નથી એમ પરિચિત લોકોએ કહ્યું હતું.