Home » Lifestyle » Automobile » બીએમડબ્લ્યુએ ‘ફ્યૂચર સ્કૂટર’ લોન્ચ કર્યું

News timeline

Ahmedabad
19 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
38 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
43 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
44 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
51 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
1 hour ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

બીએમડબ્લ્યુએ ‘ફ્યૂચર સ્કૂટર’ લોન્ચ કર્યું

નવી દિલ્હીઃ બીએમડબ્લ્યુ મોટર્રાડે અર્બન મોબિલિટીમાં ઝીરો એમિશનના વિઝનને સાકાર કરવા માટે અેક ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં બીએમડબ્લ્યુ મોટર્રાડ કોન્સેપ્ટ લિન્ક સ્કૂટર લોન્ચ કર્યું. આ ટુવ્હિલરની ડિઝાઇન અને ડિજિટલ કનેક્ટિવિટી સાથે તેમાં ઘણી બધી ખૂબીઓ છે. આ સ્કૂટર બે ટોન કલર ડિ‌ઝાઇનની સાથે આવ્યું છે, તેમાં બે આઇકોનિક એલઇસી ફ્રન્ટલાઇટ લાગેલી છે, જે તેના ડિઝાઇનર લુકને ખૂબ જ શાનદાર બનાવે છે.

આ ‌બાઇક ટાઇપ સ્કૂટરમાં એડ્જેસ્ટેબલ સીટ છે. તેની સાથે તેમાં ઇઝી સ્ટોરેજ માટે લગેજ કમ્પાર્ટમેન્ટ પણ આપવામાં આવેલ છે. આને ભવિષ્યનું સ્કૂટર માનવામાં આવી રહ્યું છે. આધુનિક સહેલી વ્યવસ્થા મુજબ આ સ્કૂટર તૈયાર કરાયું છે. તેનું હેન્ડ‌િલંગ સરળ હોવાની સાથે સાથે તેજ સ્પીડ પર પણ ચલાવી શકાય છે. તેની ખાસ વાત એ છે કે તેમાં રિવર્સ ગિયર પણ અપાયેલ છે. ભીડભાડવાળાં શહેરોમાં સરળતાથી પાર્કિંગમાં મદદ મળે છે.

આ સ્કૂટરમાં કલાસિક ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર અપાયું નથી. સ્પીડ, ને‌િવગેશન અને બેટરી સાથે જોડાયેલી ઇન્ફર્મેશન રાઇડરની એકદમ સામે આપવામાં આવી છે. આ ઉપરાંત તે અન્ય જાણકારી માટે પણ અલગ પેનલ અપાઇ છે. આ પેનલ સેન્સિટિવ છે અને તેમાં ઇન્ફોટેનમેન્ટ, કનેક્ટિવિટી અને રૂ‌િટંગ ઇન્ફર્મેશન વગેરેને કંટ્રોલ કરવામાં આવે છે. હેન્ડલ બાર પર ટચ ઇનેબલ્ડ બટનથી રાઇડરને ફંકશ‌િનંગમાં સરળતા રહે છે.