Home » Lifestyle » Beauty » કપાળ પર કરચલીને આ રીતે કરો દૂર

News timeline

Ahmedabad
38 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

કપાળ પર કરચલીને આ રીતે કરો દૂર

ઉંમર વધવાની સાથે ચહેરાની ત્વચા ઢીલી અને ચહેરા તેમજ માથા પર કરચલીઓ પડવા લાગે છે. પરંતુ આ સમસ્યા ઓછી ઉંમરમાં ચહેરા પર નજરે પડે તો ચિંતા થવા લાગે છે. માથા પર કરચલીઓ દેખાવવી વૃદ્ધાવસ્થા નહીં પરંતુ રોજ તનાવ અને થાક રહેવાની નિશાની છે. જ્યારે માથાની ત્વચા પર કરચલીઓ નજરે પડે છે તો ચહેરો ખરાબ લાગે છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે આ કરચલીઓ દૂર કરી શકો છો.

હળદરની પેસ્ટ
હળદરનો ઉપયોગ ચહેરાની સાચવણી માટે સદીઓથી કરવામાં આવી રહ્યો છે. હળદરમાં એવા ગુણ રહેલા છે જે ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. પાણીમાં હળદર પાઉડર મિક્સ કરી કપાળની કરચલીઓ પર લગાઓ. જેમા તમે એલોવેરા જેલ અને ઓર્ગેનિક નારિયેળ તેલ મિક્સ કરીને એન્ટી વ્રિંકલ્સ ક્રીમ બનાવીને પણ લગાવી શકો છો.

દાડમનું જ્યૂસ
દાડમ ચહેરા પરની કરચલીની સમસ્યાને રોકે છે. રોજ એક ગ્લાસ દાડમનું જ્યૂસ પીઓ જેનાથી તમને ખૂબ ફરક જોવા મળશે. તે સિવાય દાડમનું જ્યૂસ હેલ્થી ડાયેટનો એક ભાગ છે. જેનાથી સ્વાસ્થ્ય અને બ્યુટી પ્રોબ્લેમ પણ દૂર રહે છે.

છાશ
છાશ તમારી કોમળ અને નાજુક ત્વચાને મુલાયમ અને સુંદર રાખે છે. છાશમાં લેક્ટિક એસિડ અને અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ હોય છે જે કરચલીને દૂર કરવામાં ખૂબ લાભદાયી નીવડે છે છાશને કપાળ પર લગાવીને મસાજ કરો અને ૨૦ મિનિટ બાદ સાફ કરી લો. ત્વચાને સાફ કરવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરો.

એલોવેરા જેલ
એલોવેરા કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જે કોલેજન અને એલિસ્ટિનને વધારે છે. તેમા રહેલા પ્રોટીન ત્વચાને ફર્મ અને સુંદર રાખે છે. તે સિવાય કરચલી દૂર કરવા માટે એલોવેરા જેલને કરચલીઓ પર લગાઓ. સૂકાઇ ગયા બાદ તેને ધોઇ લો.