Home » Lifestyle » Beauty » લીંબુ કેવી રીતે વધારશે તમારી સુંદરતા

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

લીંબુ કેવી રીતે વધારશે તમારી સુંદરતા

લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ઉનાળામાં લૂથી બચવા માટે લીંબુનો રસ અને સંચળ પાણીમાં મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. લીંબુ આપણા શરીરને સ્વસ્થ રાખે છે અને સાથે સુંદરતા પણ વધારે છે. તો આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કઈ રીતે લીંબુ અને તેનો ઉપયોગી છે.

જો તમને ખીલ કે નાની ફોલ્લી થઇ છે તો લીંબુનો રસ લગાવવાથી ફાયદો થાય છે. લીંબુમાં વિટામિન સી હોવાને કારણે તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. લીંબુના રસમાં નખ ડુબાડી રાખવાથી નખ મજબુત બને છે. આ ઉપરાંત નખનુ પીળાપણુ પણ દૂર થાય છે.

ખીલ અને બ્લેકહેડ્સ જેવી સમસ્યા પાછળ ઓઈલી સ્કિન જવાબદાર છે. સ્કિન પરનુ ઓઈલ કંટ્રોલ કરવા માટે લીંબુ કારગર ઉપાય છે. લીંબુમાં રહેલુ સાઈટ્રિક એસિડ ત્વચા પરના રોમ છિદ્રોને સંકોચે છે. લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સારુ પરિણામ મળી શકે છે. તમને પાચનની સમસ્યા હોય તો લીંબુનો ઉપયોગ કરો. એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી તેનુ સેવન કરો. તેનાથી શરીરની અનાવશ્યક ટોક્સિન બહાર નિકળી જશે. સાથે જ પાચન તંત્ર સારુ રહે છે. ત્વચાનો રંગ પણ નિખરે છે.

વજન ઉતારવા સૌથી ઉપયોગી લીંબુ છે. લીંબુમાં પેક્ટિન હોય છે. જે ભુખને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. પેક્ટિનયુક્ત ભોજન ખુબ સારુ માનવામાં આવે છે. તેમાં કેલરી અને ફૈટ ખુબ ઓછી માત્રામાં હોય છે. લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પેટનો ભાગ ઘટે છે.