Home » Lifestyle » Beauty » નિસ્તેજ બનેલા હાથને ચમકાવા અપનાવો આ Tips…

News timeline

Bollywood
1 hour ago

ઇશા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ ઉપર નવા ફોટાથી ફરી વિવાદમાં

Cricket
3 hours ago

સૌરવ ગાંગુલીનું અપગ્રેડેડ વર્ઝન છે વિરાટ કોહલીઃ સહેવાગ

World
5 hours ago

વેનેઝુએલામાં ભૂખમરાની સ્થિતિ: 1 કિલો માંસના 3 લાખ, 1 લિટર દૂધના 80 હજાર

Bangalore
5 hours ago

PNB મહાકૌભાંડમાં CBIને મળી મોટી સફળતા, ગોકુલનાથ શેટ્ટી સહિત 3ની ધરપકડ

Bollywood
5 hours ago

પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

Bhavnagar
6 hours ago

અમદાવાદથી મુંદ્રા જવા માટે એર સર્વિસ શરૂ થઈ

Canada
7 hours ago

ખેડૂતો અને સરહદની બાબતોમાં અમારી સાથે કેનેડાનું વર્તન યોગ્ય નથી : ટ્રમ્પ

Headline News
7 hours ago

વિન્ટર ઓલિમ્પિક : અલજોના- બુ્રનોની જોડીને પેર્સ ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ

Ahmedabad
8 hours ago

આત્મવિલોપન મામલે પાટણ સજ્જડ બંધઃ ટાયરો સળગાવાયા

Bollywood
9 hours ago

સાકિબ સલીમ હવે હુમા કુરેશી સાથે ફરી હોરર ફિલ્મ નહીં કરે

Gujarat
10 hours ago

જામનગર: બાળાના દુષ્કર્મ-હત્યામાં પિતાની ધરપકડ

Breaking News
11 hours ago

મંત્રીમંડળમાં સ્થાન ન અપાતા નારાજ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષપદે

નિસ્તેજ બનેલા હાથને ચમકાવા અપનાવો આ Tips…

આજે યુવતીઓ સોંદર્ય પ્રત્યે જાગૃત થઇ ગઈ છે અને સુંદર રંગ-રૂપ મેળવવાની ઈચ્છા રાખે છે, પરંતુ હાથની ત્વચા પર ખાસ ધ્યાન નથી આપતી. શું તમે જાણો છો કે તમારા હાથની ત્વચા એક દુમ સુંદર અને ચમકતી હોય, તો ખુશ થઇ જશો કારણ કે, અમે આજે તમારા માટે લાવ્યા છીએ કેટલીક અવનવી Tips…જે તમારી ત્વચાને બનાવશે કાંતિવાન, સોફ્ટ અને ચમકદાર.

જો તમારા હાથ વધારે રફ છે તો હાથને હુંફાળા પાણીમાં રાખો, પછી હાથોને સૂકવીને બદામનું તેલ લગાવો. હાથો પરની કરચલીઓ દૂર કરવા માટે બટાકાનો રસ હાથ પર સારી રીતે મસળો. અથવા તો બટાકાને વચ્ચેથી કાપીને હાથ પર ઘસો. આવું કલરવથી પણ તમારા હાથ પરનું ટેનિંગ દૂર થઇ ત્વચા ચમકદાર બનશે.
તાપમાં બહાર ફરવાથી બાજુઓ પર ટેનિંગ થાય છે અને ત્વચા કાળી પડી જાય છે. એક ચમચી કાકડીનો રસ, એક ચમચી ટમેટાનો રસ તથા ૩-૪ ટીપાં લીંબુનો રસ, આ બધા રસને સારી રીતે મિક્સ કરીને બાજુઓ પર લગાવો. એક કલાક બાદ પાણી વડે ધોઈલો. પ્રતિ દિવસ આ રીતે કરવાથી ૧૦ દિવસમાં તમાર હાથની ત્વચા મુલાયમ અને ગોરી બની જશે.

રાત્રે સૂતા સમયે એક ચમચી મલાઇમાં બે-ત્રણ ટીપાં લીબુંનો રસ તથા બે-ત્રણ ગ્લીસરીન મેળવીને હાથો પર સરખી રીતે લગાવો. તેનાથી હાથ પરની ત્વચા સુંદર બની જશે. અડધું લીબું કાપી લો. તેના પર એક ચમચી ખાંડ રાખીને હાથ પરની ત્વચા પર ઘસો, જ્યાં સુધી ખાંડ પૂરી રીતે ઓગળી ના જાય. આ ઉપચારથી હાથ પર રફનેસ, કાળાપણું તથા કરચલીઓ દૂર થઇ જાય છે. હાથ અને નખનું સોંદર્ય જાળવી રાખવા માટે દરરોજ પૌષ્ટિક આહારનું સેવન કરો.

એક મોટી ચમચી દહીંમાં એક નાની ચમચી બાદમ મેળવી લો. તેને સરખી રીતે હાથો પર લગાવો. અડધા કલાક બાદ હુંફાળા પાણી વડે ધોઈ લો. આ પ્રયોગ સપ્તાહમાં એક વખત જરૂર કરો. તેનાથી ખડબચડા હાથ મુલાયમ બની જશે.

એક ચમચી ટમેટાનો રસ, એક ચમચી ગ્લીસરીન અને એક ચમચી લીંબુનો રસ, આ ત્રણને મેળવીને હાથ પર લગાવો. તેનાથી હાથની ત્વચાનું કાળાપણાને દૂર કરીને ત્વચામાં નિખાર આપે છે.