સામગ્રી
200 ગ્રામ – પનીર (ક્યૂબમાં કાપેલા)
1 નંગ – તમાલપત્ર
1 ચમચી – લાલ મરચું
1/4 કપ – દૂધ
1/2 ચમચી – કસ્તૂરી મેથી
સ્વાદાનુસાર – મીઠું
2 મોટી ચમચી – બટર
ગ્રેવી માટે
1 નંગ – સમારેલી ડુંગળી
3 નંગ – સમારેલા ટામેટા
1 નંગ – લીલુ મરચું સમારેલું
1 મોટી ચમચી – આદુ લસણની પેસ્ટ
2 નંગ – ઇલાયચી
2-3 નંગ – લવિંગ
1/2 ટૂકડો – તજ
10-12 નંગ – કાજૂ
રીત
સૌ પ્રથમ ગ્રેવી વાળી દરેક સામગ્રીઓ મિક્સરમાં પાણી ઉમેરીને પીસી લો, હવે મીડિયમ આંચમાં એક પ્રેશર કૂકરમાં ઘી ઉમેરીને ગરમ કરવા માટે મૂકો. જ્યારે ઘી ગરમ થાય એટલે તેમા ગ્રેવી ઉમેરીને 2 મિનિટ સુધી સાંતળી લો. હવે બાકીના મસલા અંદર મિક્સ કરી લો, જેમ કે કસ્તુરી મેથી, બટર, મીઠું, મરચું ઉમેરીને બરાબર હલવો, હવે તેમા પનીરના ટૂકડા ઉમેરી લો. બે સીટી વાગે ત્યાં સુધી રહેવા દો. હવે ગેસની આંચ બંધ કરી લો અને તેને એક બાઉલમાં નીકાળી લો. તેને ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરી લો. તૈયાર છે બટર પનીર મસાલા.. જો ગ્રેવી વધારે ઘટ્ટ હોય તો તેમા થોડૂંક દૂધ ઉમેરીને તેને પાતળી કરી લો.સહિતના થાય છે ફાયદા
We are Social