Home » Lifestyle » Beauty » દરરોજ દાડમ ખાવાથી ત્વચા બનશે ચમકીલી

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

દરરોજ દાડમ ખાવાથી ત્વચા બનશે ચમકીલી

રોજિંદા ખોરાકમાં દાળ-ભાત, રોટલી અને શાક સિવાય લોકો ભરપૂર પ્રમાણમાં ફ્રૂટ્સનો ઉપયોગ કરતા હોય છે પણ ડોક્ટરોના મતે રોજ દાડમ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય સાથે જ ત્વચા માટે પણ સંજીવની સમાન છે. દાડમમાં વિટા‌િમન-એ, સી, ઇ અને ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે.

આ સિવાય બીજાં એન્ટિઓક્સિડન્ટ પણ એમાં મળી આવે છે. અનેક સૌંદર્ય-પ્રસાધનોમાં પણ દાડમનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમમાં રહેલું વિટા‌િમન-ઇ ત્વચાને ચમકીલી બનાવવા ઉપરાંત નવા સ્કિન ટિશ્યૂ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત દાડમ ત્વચા પરના ડાઘ દૂર કરીને ચહેરાની રંગત નિખારે છે.

દાડમનો સ્ક્રબ આસાનીથી ઘરે તૈયાર કરી શકાય છે. દાડમની છાલમાં એન્ટિમાઇક્રોબિલ અને એન્ટિઓક્સિડન્ટના ગુણ રહેલા છે, જે ત્વચાને ચેપ લાગવાથી બચાવે છે. આ ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ ગુણ ત્વચા માટે એસ્ટ્રિજન્ટ જેવું કામ કરે છે. દાડમ ત્વચા પરથી વધતી જતી ઉંમરનાં લક્ષણો દૂર કરે છે તેમજ એની છાલ ત્વચાને હાનિ પહોંચતાં બચાવે છે, જેના લીધે ત્વચા પર કરચલી પડતી નથી.