Home » Lifestyle » Health » થોડાક દિવસોમાં પીઠ પરના ખીલ થશે ગાયબ, ફોલો કરો આ ટિપ્સ

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

થોડાક દિવસોમાં પીઠ પરના ખીલ થશે ગાયબ, ફોલો કરો આ ટિપ્સ

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ચહેરા પર થતા ખીલને એકને પણ કહેવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે પીઠ પર થતા ખીલને બેકને કહેવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ તેમના ચહેરા પર ધ્યાન આપે છે. પરંતુ પીઠ પર થતા ખીલ તેમજ ડાઘ-ધબ્બા પર ધ્યાન આપતી નથી. પરંતુ જ્યારે પરસેવો અને ધૂળ તેમજ માટી આપણા શરીર પર પડે છે. તો પીઠના રોમછિદ્રો ચહેરાના મુકાબલામાં વધારે મોટા હોય છે. આપણે તેનાથી રાહત મેળવવા માટે અનેક પ્રકારના પાઉડર પણ લગાવીએ છીએ. જેનાથી રાહત મેળવવા કેટલાક ઘરેલું ઉપાય છે.

કારણો
– ભોજનમાં પોષણની ઉણપ
– વધારે તીખું- તરેલું અને મસાલેદાર ભોજન
– ગર્ભાવસ્થા બાદ હોર્મોન્સમાં આવેલા બદલાવ
– પીરિયડ્સના કારણે માનસિક તનાવ થવાથી

ઘરેલું ઉપાય

તજ
તજ પીઠને સ્વચ્છ અને સુંદર બનાવે છે. તેનો ઉપયોગ કરવા માટે તજના પાઉડરમાં ફુદીનાનો રસ કે કાચુ દૂધ મિક્સ કરીને આખી પીઠ પર લગાવી. તે સૂકાઇ જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઇ લો.

કાચું દૂધ
પીઠના ખીલ માટે કાચા દૂધ અને જાયફળની પેસ્ટમાં મિક્સ કરીને લેપ બનાવી લો. તેને આખી પીઠ પર લગાવી લો. ઓછામાં ઓછા બે કલાક પછી તેને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરો.

ખુલ્લા અને ઢીલા કપડા
ખીલથી રાહત મેળવવા માટે તમે ટાઇટ ડ્રેસની જગ્યાએ ખુલ્લા તેમજ કોટન કપડા પહેરાવનું શરૂ કરી દો. બેડ શીટને બે-ત્રણ દિવસ બદલતા રહેવું જોઇએ. તેમજ પીઠના બળે ઓછું સુવુ જોઇએ.

નારિયેળ પાણી
પીઠને બેદાઘ કરવા માટે કાચા નારિયેળ પાણીને થોડાક દિવસ સતત પીઠ પર લગાવો. તેનાથી થોડાક દિવસમાં જ ડાઘ-ધબ્બાની સમસ્યા ગાયબ થઇ જશે.

એલોવેરા પેસ્ટ
સૌ પ્રથમ એલોવેરા અને ટામેટાના પલ્પની પેસ્ટ બનાવીને મિક્સ કરી લો. હવે આ પેસ્ટને પીઠ પર ઓછામાં ઓછા અડધા કલાક માટે લગાવીને રાખો. અડધા કલાક બાદ ઠંડા પાણીથી પીઠને સાફ કરી લો. આ ઉપાયથી પીઠ પરના ખીલ તેમજ ડાઘની સમસ્યાથી છૂટકારો મળશે.