Home » Lifestyle » Health » નવજાત શિશુ માટે અમૃત સમાન છે કેસર

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

નવજાત શિશુ માટે અમૃત સમાન છે કેસર

કેસરનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સોંદર્ય લાભ મેળવવા માટે કરવામાં આવે છે. કેસરની તાસીર ગરમ હોય છે. કેસર આપણા શરીરમાં દુર્બળતાને દૂર કરીને તાકાત આપે છે. ખાવાનો સ્વાદ વધારવા સાથે કેસરનો ઉપયોગ કેટલાક પ્રકારનાં આયુર્વેદિક ઉપચારમાં પણ કરવામાં આવે છે. આવો જાણીએ તેના અન્ય ફાયદા વિશે હંમેશા નવજાતને શરદી-ખાંસીની સમસ્યા ઘેરી લે છે. આ સમસ્યાથી નવજાત શિશુને બચાવવા માટે માતાનાં દૂધમાં કેસર ભેળવીને તેના નાક અને માથા પર હળવા હાથે ઘસવાથી લાભ થાય છે. કેસર જાયફળ અને લવિંગનો લેપ બનાવીને નવજાત શિશુની છાતી અને પીઠ પર લગાવવાથી શરદીમાં ફાયદો થાય છે.

મગજ તેજ બને છે
કેસને ચંદન સાથે ઘસીને તેનો લેપ માથા પર લગાવવાથી માથા, આંખો અને મગજને શીતળ મળે છે. આ લેપને લગાવવાથી મગજ તેજ બને છે.

માથાનો દુઃખાવો
માથાનો દુઃખાવો દૂર કરવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે. માથાનો દુઃખાવો થવા પર ચંદન અને કેસરને ભેળવીને માથા પર તેનો લેપ લગાવવાથી માથાનાં દુઃખાવામાં રાહત મળે છે.

અનિન્દ્રા દૂર કરે
અનિન્દ્રાની ફરિયાદને દૂર કરવામાં પણ કેસર ઘણું જ ઉપયોગી થાય છે. તેની સાથે જ ટેન્શનને પણ દૂર કરે છે. રાત્રે ઊંઘતા પહેલા દૂધમાં કેસર નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે.

તાવમાં ઉપયોગી
કેસરમાં ‘ક્રોસીન’ નામનું તત્વ રહેલું હોય છે, જે વૈજ્ઞાનિક રીતે તાવને દૂર કરવામાં ઘણું ઉપયોગી માનવામાં આવે છે. તેની સાથે જ આ એકાગ્રતા, સ્મરણ શકતી અને રિકોલ ક્ષમતાને પણ વધારવાનું કામ કરે છે.