Home » Lifestyle » Health » શરીરને સ્વસ્થ રાખવા અપનાવો આ ટીપ્સ

News timeline

Ahmedabad
30 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

શરીરને સ્વસ્થ રાખવા અપનાવો આ ટીપ્સ

આજની વ્યસ્ત દિનચર્યામાં નિયમિત રીતે એકસરસાઈઝ માટે સમય મળતો નથી. આ કારણે લોકોમાં સ્વાસ્થ્ય સબંધી કોઈને કોઈ સમસ્યા થતી રહે છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને માત્ર પોતાની દિનચર્યામાં સામેલ કરવાથી લઈને સ્વસ્થ જીવનશૈલીને અપનાવી શકો છો. તેના માટે કેટલાક પરિવર્તન લાવવાના રહેશે. પોતાની દિનચર્યા કંઇક આ રીતે બનાવો…

– દિવસની શરૂઆત સ્વાદિષ્ટ નાસ્તાથી કરો. નાસ્તાથી તમને એનર્જી મળે છે, જે સંપૂર્ણ દિવસ જળવાયેલી રહે છે.
– બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો સમય સુનિશ્ચિત કરો. તેટલું જ નહી એક દિવસ સવારે ૮ વાગ્યે બ્રેકફાસ્ટ કરો છો અને બપોરે ૧૨ વાગ્યે લંચ કરો છો તો તે ટાઈમ ટેબલને જાળવીને રાખો. ધ્યાન રાખો કે, ભોજન લેવાના સમયે સ્નેક્સ ન ખાઓ.
– જો તમે ઓફિસમાં લંચ નથી કરતા તો નાસ્તામાં એવી વસ્તુઓ લેવાનો આગ્રહ રાખો જેનાથી આખો દિવસ તમને એનર્જી મળે. જેમ કે, ફળ, ફણગાવેલા કઠોળ, ગ્લૂકોઝ અને બિસ્કીટ.
– વધારે પડતા ચા નાં સેવનથી બચો.
– ભૂખને ક્યારેય અવગણો નહી, તેમજ એક સાથે વધારે પડતું ખાવાની આદત ના રાખો. થોડા-થોડા સમયે ખાવાનો આગ્રહ રાખો.
– ઉનાળામાં દિવસભર આઠ થી ૧૦ ગ્લાસ પાણી પીવો. કારણ કે, શરીરમાંથી વધારે પરસેવો છૂટવાથી પાણીની ઉણપ રહે છે. જેનાથી તમને હીટવેવ પણ થઇ શકે છે.
– જો તમને એકસરસાઈઝ માટે સમય નથી મળતો તો પોતાના કામ જાતે કરવાનું રાખો. જેમકે, કપડા પ્રેસ કરવા, બાળકોને સ્કૂલ સુધી ડ્રોપ કરવા જાઓ. લીફ્ટનાં બદલે સીડીઓનો ઉપયોગ કરો.
– તે સિવાય અમે એક એકસરસાઈઝ જણાવી રહ્યા છીએ જે તમે ગમે ત્યારે કરી શકો છો. નાકના એક છિદ્રથી ૧૫ સુધી ગણતા શ્વાસ અંદર લો, ત્યાર બાદ ઉલટી ગણતરી કરતા બીજા છિદ્રથી શ્વાસ બહાર કાઢો. આવું કરવાથી એકાગ્રતા વધે છે અને નર્વસનેસ દૂર થાય છે.