Home » Lifestyle » Health » પ્રેગનેન્સી દરમિયાન નહીં થાય ઉલટી, અજમાવો આ ઉપાય

News timeline

Bollywood
4 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

પ્રેગનેન્સી દરમિયાન નહીં થાય ઉલટી, અજમાવો આ ઉપાય

ગર્ભવસ્થાના શરૂઆતના ત્રણ મહીનામાં ગર્ભવતી મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમા જીવ ગભરાવો, ઉબકા આવવા કે ઉલટી થવી જેવી સમસ્યાઓ થાય છે. આ સમસ્યા ખાસ કરીને મહિલાઓને કોઇ સુગંધ કે સ્વાદના કારણે થાય છે. સાથે જ ભૂખ્યા પેટે વધારે મુશ્કેલી થાય છે. આમ શરીરમાં બીટા એચસીજી હોર્મોનમાં બદલાવના કારણે થાય છે.
હળવો આહાર લેવો
નિષ્ણાંતો મુજબ ગર્ભવતી મહિલાઓએ દર કલાકે કે બે કલાકમાં હળવો આહાર લેવો જોઇએ. કારણકે વધારે કે ભારે ખોરાક લેવાથી પેટ પર વધારે દબાણ પડે છે અને ઉલટી તેમજ જીવ ગભરાવવા જેવી સમસ્યા થઇ શકે છે.
ઘરેલું ઉપાય અજમાવો
ગર્ભવતી મહિલાઓ આ સમસ્યા માટે ઘરેલું ઉપાય પણ અજમાવી શકે છે. તેના માટે ફુદીનાના પાન કે આદુ ચાવો. તેની સાથે જ આદુની ઉપર મીઠું લગાવીને પણ ખાઇ શકો છો. તરત જ આરામ મેળવવા માટે મધ, ઇલાયચી કે લવિંગનો ઉપયોગ પણ કરી શકાય છે.
બચાવ કરો
તમારે માલૂમ કરવું પડશે કે તમને કોઇ સુગંધ કે સ્વાદના કારણે આ સમસ્યા થાય છે. તો એ વસ્તુથી દૂર રહેવું જોઇએ.
ડોક્ટરની સલાહ લો
જો જીવ ગભરાય કે ઉલટીની સમસ્યા વધી જાય છે તો તમે તમારા ડોક્ટરની સલાહ લો. આર્યનનું વધારે સેવન કરવાથી પણ જીવ ગભરાવવા લાગે છે. જેથી બીજા વિટામીનનું સેવન કરી શકાય છે. તે સિવાય તમે જે રૂમમાં આરામ કરો છો તેમાં હવા-ઉજાસ યોગ્ય રીતે આવે તેવો હોવો જોઇએ. સ્વસ્છ અને તાજી હવાથી ગર્ભાવસ્થામાં આ સમસ્યાથી આરામ મળી શકે છે.