Home » Lifestyle » Health » આ શાકભાજી-ફળોના સેવનથી એસિડિટી દૂર થશે

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

આ શાકભાજી-ફળોના સેવનથી એસિડિટી દૂર થશે

લીલાં શાકભાજી અને તાજાં ફળો ખાવાથી એસિડિટીની તકલીફમાંથી છુટકારો મળે છે. એસિડિટી કોઈ પણ ઉંમરે થઈ શકે છે. તેને કારણે છાતીમાં બળતરા, ઊલટી અને પેટમાં દુખાવો થાય છે. પેટની ગેસટ્રિક ગ્રંથીઓમાં જ્યારે એસિટિક પદાર્થો વધી જાય ત્યારે એસિડિટીની તકલીફો થતી જોવા મળે છે.

જે લોકો ભોજનમાં અનિયમિત હોય અને કસરત કરતાં ન હોય તેવાં લોકો સામાન્ય રીતે એસિડિટીનો ભોગ બને છે. વધારે પડતું ભોજન, વધારે દારૂનું સેવન, કોફી અને વધારે પડતાં ધૂમ્રપાનને કારણે એસિડિટીની તકલીફો થતી હોય છે.

એસિડિટીથી બચવા માટે સૌ પહેલાં તો વ્યક્તિએ તેનાં વજનમાં ઘટાડો કરવો જોઈએ અને ખાવાની પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ. દિવસમાં ત્રણ વખત ઠાંસીઠાંસીને ખાવાને બદલે ચાર-પાંચ વખત થોડું થોડું ખાવું જોઈએ. વધારે માત્રામાં પાણી પીવાનું પણ ટાળવું જોઈએ.

એસિડિટી મટાડવા માટે લીલાં શાકભાજી અને તાજાં ફળોને આહારમાં સામેલ કરવા જોઈએ. વધુ ફાઈબર ધરાવતી ચીજો પણ તેમાં રાહત આપે છે. બને ત્યાં સુધી તળેલી ચીજો ખાવી જોઈએ નહીં. ખોરાકમાં દરરોજ ૩૫ ટકા વધુ ફાઈબર ધરાવતી ચીજો ખાવી જોઈએ, જેમાં આખું અનાજ, બ્રેડ, દાળ, પોલિશ કર્યા વિનાના ચોખા ખાવા જોઈએ, આ ઉપરાંત ૪૦ ટકા તાજાં ફળો ખાવાં જોઈએ. ૧૫ ટકા આહાર ઈંડાં અને નોનવેજનો હોવો જોઈએ. ૧૦ ટકા દૂધની બનાવટો, દહીં અને છાશ જેવી ચીજો આહારમાં ઉમેરવી જોઈએ.

તાજાં ફળોમાં પપૈયુ, જાંબુ, વધારે પ્રોટિન ધરાવતી ચીજો, હર્બલ ચા, કેળાં, કાકડી, તરબૂચ, નારિયેળ પાણી, દૂધ, ગાજર, દૂધી, લીલી ડુંગળી, કોબી વગેરે લેવાં જોઈએ. દરરોજ ભોજનમાં આદું, લસણ, ડુંગળી, મરી, લાલ મરચાં, હળદર જેવા મસાલાનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જોઈએ. એસિડિટીથી બચવા માટે દારૂ, ચોકલેટ, કોલ્ડડ્રિન્ક, ફૂદીનો, મસાલેદાર ભોજન, કોફી, ખાટાં ફળો, ટમેટાં, અથાણાં, તીખી ચટણી, તળેલું ભોજન લેવાનું ટાળવું જોઈએ.