Home » Lifestyle » Health » બ્લડપ્રેશર લો થઇ જાય તો અજમાવો આ ઉપચાર

News timeline

Breaking News
9 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
48 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

બ્લડપ્રેશર લો થઇ જાય તો અજમાવો આ ઉપચાર

આજકાલ અનેક લોકો લો-બીપીની સમસ્યાથી પીડાતા હોય છે. આપણને ઘણીવાર ખૂબ જ થાક લાગે છે,ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે, શરીર ઠંડું પડી જાય,ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે. જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે. તો ચાલો જોઇએ કેવી રીતે લો બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરી શકાય છે.
– કાળી અને લાલ દ્રાક્ષને માટીના વાસણમાં પાણીમાં બાર કલાક સુધી પલાળી રાખો. ત્યાર પછી એક એક દ્રાક્ષને ચાવી ચાવીને ખાવાથી લો-બીપીમાં ફાયદો થશે. આ પ્રયોગને એક મહીનો કરવાથી સંપૂર્ણ લાભ થશે. તેનાથી લોહી શુદ્ધ થશે. તેમજ લો બીપીની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.
– લો-બીપીના કારણે દર્દી ક્યારેક મૂર્છિત થઈ જાય છે ત્યારે તાજા લીલા આમળાનો રસ અને મધ સરખા પ્રમાણમાં લઈ બે-બે ચમચાઓ મિક્સ કરી ચાટવાથી દર્દી ભાનમાં આવે છે. તેની હૃદયની નબળાઈ દૂર થાય છે.
– બદામને સુંદરતા સહિત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. લો-બીપીમાં બદામ પણ અતિ ગુણકારી છે. રોજ સાત બદામને પાણીમાં પલાળો. તેને ઝીણી વાટી લો અને દૂધની સાથે સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મળે છે.
– તે સિવાય જો તમને લો-બીપીની સમસ્યા થાય તો તમે બોલવાનું બંધ કરી દો અને ડાબા પડખે સૂઈ જાઓ. ઊંઘ આવવાથી આ સમસ્યાથી રાહત મળી શકે છે.
– દિવસમાં એકવાર યોગનિદ્રા કરવી. તેનાથી તણાવ દૂર થશે અને શરીર શિથિલ થઈ જતાં સારી ઊંઘ આવશે. તો લો બીપીની સમસ્યા પણ દૂર રહે છે.
– અપૂરતી ઊંઘ અને આહારના પરિણામે લો-બીપીની સમસ્યા થાય છે. પૌષ્ટિક ભોજનનો અભાવ અને ભારે પરિશ્રમનાં કારણે આ સમસ્યા થાય.