Home » Lifestyle » Health » એલર્જીથી બચવું છે ? તો પ્રાકૃતિક કલર્સથી રમો હોળી

News timeline

Ahmedabad
38 mins ago

નરોડા હત્યાકાંડ કેસમાં ૩૨ સાક્ષીઓ તપાસવા બચાવ પક્ષે અરજી

Headline News
58 mins ago

અમેરિકામાં પટેલ સ્ટોર માલિકે લૂંટારાને મારી-દબોચી પોલીસ હવાલે કર્યો

Delhi
1 hour ago

ગૌહત્યા કરનારાને ફાંસીની સજા કરો : રાજ્યસભામાં સ્વામીનું વિવાદિત બિલ

Breaking News
2 hours ago

MLA તેજશ્રીબેનના PA દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

Ahmedabad
2 hours ago

અમદાવાદની યુવતી સાઉદીમાં અરબ શેખની ચુંગાલમાં ફસાઈ

Ahmedabad
3 hours ago

કેનેડામાં સ્ટુડન્ટ વિઝાના બહાને ૪૫.૩૮ લાખની ઠગાઇ

Ahmedabad
4 hours ago

કોંગ્રેસમાં આંતરિક ડખા -અમદાવાદ જિ.પંચાયતનું બજેટ નામંજૂર

Ahmedabad
5 hours ago

કોર્પોરેશનોમાં ડેપ્યુટી કમિશનર તરીકે સરકારી અધિકારી મૂકી શકાશે

Gandhinagar
7 hours ago

શાહ પંચનો રિપોર્ટ મુદ્દે વિધાનસભામાં બીજે દિવસે પણ ધમાલ

Bhuj
8 hours ago

દ્વારકાધીશનાં જગતમંદિરે કુંડલાભોગ અને કુનવારા ભોગ ઉત્સવની ઉજવણી

India
10 hours ago

કેરળ: 12 વર્ષના છોકરાના 16 વર્ષની તરૂણી સાથે સેક્સ સંબંધ, પિતા બનતા ગુનો નોંધાયો

Research
10 hours ago

ડીએનએમાં અકળ ખામી સર્જાવાને કારણે કેન્સર થાય છે : સંશોધનનું તારણ

એલર્જીથી બચવું છે ? તો પ્રાકૃતિક કલર્સથી રમો હોળી

Holi નો તહેવાર આમ તો રંગોનો તહેવાર છે પણ આ રંગો ઘણી વાર તમને બેરંગ પણ કરી શકે છે. જી હાં, આજ કાલ બજારમાં મળનારા રંગ કેમિકલયુક્ત હોય છે જેનાથી ના ફક્ત એલર્જી થઈ શકે છે પણ સ્કીન સંબંધી સમસ્યાઓ પણ થઇ શકે છે. જાણો, હોળી પર કેવી રીતે કલર્સનો ઉપયોગ કરી તમે સ્કીન પર થતી એલર્જીથી બચી શકો છો.

કેમિકલયુક્ત હોળીના રંગોથી ઘણું નુકશાન જેમ કે, આંખમાં ઇન્ફેકશન થશે, સ્કીન એલર્જી, અંધાપો, ડસ્ટ એલર્જી અને રેસીસ પણ થઇ શકે છે. બધા કલર્સમાં અલગ-અલગ રીતના કેમિકલ્સ હોય છે જેનાથી રમત-રમતમાં કોઈ સમસ્યાઓ ઉત્પન્ન થઇ જાય છે.

પ્રાકૃતિક કલર્સ એટલે કે રંગોથી ના ફક્ત તમે હોળીને સારી રીતે એન્જોય કરી શકો છો પણ આનાથી તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ્સ પણ નહિ થાય.

આમ તો, બજારમાં પણ હેલ્ધી અને હર્બલ રંગ મળે છે પણ, તમારે આની ક્વોલીટીનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે ગુલાલ અને અન્ય રંગો ખરીદતા પહેલા તેમાં લખેલા દિશા-નિર્દેશ સારી રીતે જાણી લો. સાથે જ એ પણ ચેક કરી લો કે તે એક્પાયર ના થાય.

આ ઓર્ગેનિક કલર્સની ખાસ વાત એ છે કે, આનાથી છોડાવવું સરળ હોય છે. આ સ્કીન ફ્રેન્ડલી હોય છે અને નોન ટોકસીક એટલે કે કેમિકલમુક્ત હોય છે.

પ્રાકૃતિક કલર્સને બનાવવામાં ઘરેલું પ્રોડક્ટ જેવા કે હલ્દી ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં મુખ્ય રીતે હલ્દી, ગુલાલ, સફેદ મેંદો, ગુલાબની પત્તીઓ, તુલસી અને મહેંદીની પત્તીઓ, સેન્ડલવુડપાઉડર, બેસન, ગેંદાના ફૂલની સાથે જ ઘણી રીતના ફૂલોની પત્તીઓને મેળવી શકાય છે. તમે ઈચ્છો તો સરળતાથી ઘરે પણ રંગ બનાવી શકો છો.