Home » Lifestyle » Beauty » ખરતા વાળ માટે છે આ અસરકારક ઉપાય

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
16 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
16 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
16 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

ખરતા વાળ માટે છે આ અસરકારક ઉપાય

આજે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે, કોમ્બ કરતી વખતે સતત વાત ખરે છે. પરંતુ જો વધારે પડતા વાળ ખરે છે તો તમારે તેને ગંભીર રીતે લેવાની જરૂર છે અને તેના કેટલાક ઘરેલૂ ઉપાય કરવાની જરૂર છે. આ ઉપાયોમાં અસરકારક છે લીંબુ અને આદુનો રસ. રાત્રે સૂતા સમયે આદુ અને લીંબુના રસ ને સરખી માત્રામાં માથા પર લગાવો અને આખી રાત એમજ રહેવા દો. સવારે ઉઠીને વાળ ધોઈ લો. સપ્તાહમાં બે વખત આવું કરવાથી અસર જલ્દી જ થશે. તે સિવાય લીંબુના રસના અન્ય નુસખા પણ કરગર સાબિત થાય છે.

વડના દૂધમાં લીંબુનો રસ ભેળવીને નિરંતર વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઇ જશે. નાળીયેરના તેલમાં થોડો લીંબુનો રસ અને કપૂર ભેળવો. તેને દિવસમાં બે વખત માથા પર લગાવવાથી વાળ ખરતા બંધ થઇ જશે.

તે સિવાય આમળા અને નાળીયેરના તેલનું મિશ્રણ પણ વાળ માટે શ્રેષ્ઠ ઉપાય છે. તે માટે બે ચમચી સૂકા આમળાંને એક કટોરી નાળીયેર તેલ સાથે ભેળવીને થોડી વાર માટે ગરમ કરો. ત્યારબાદ તેલને ઠંડું કરીને તેને દરરોજ લગાવો. વાળનું ખરવું ઘણા અંશે દૂર થઇ જશે.

નાળીયેર તેલ અથવા બાદમના તેલથી માથામાં સારી રીતે માલીશ કરવો જોઈએ. વાળમાં ધીરે ધીરે આ તેલ ઘસવાથી પણ ખરતા વાળમાથી મુક્તિ મળે છે. સરસવનાં તેલમાં મહેંદીનાં પત્તા નાખીને ઉકલી લો. તેને રાત્રે સૂતા સમયે માથા પર લગાવો અને સવારે પાણી વડે વાળને સાફ કરીલો.

ડુંગળીને કાપીને નાના-નાના ટુકડા કરો અને ત્યારબાદ થોડું પાણી નાખીને તેને પીસીલો. તેનો રસ કાઢીને વાળના મૂળમાં લગાવો. અડધા કલાક બાદ વાળમાં શેમ્પૂ કરીલો, સપ્તાહમાં ત્રણ વખત આ ઉપાય કરી શકો છો. ઓલીવ ઓઈલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાઉડર ભેળવીને તેની પેસ્ટ બનાવો. નહાયા પહેલા આ પેસ્ટને માથા પર લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈલો.

વાળ વધારે ખરી રહ્યા છે તો ગ્રીન ટીને પીસીને વાળમાં લગાવો તે માટે ચાને ઉકાળીને ગાળી લો. હવે તેના પાણી વડે વાળ ધોઈલો. આ એક ખુબ જ સારું હેર કન્ડીશનર સાબિત થઇ શકે છે. લીમડાના પાનને પીસીને લીંબુનો રસ નાખો પછી માથા પર લગાવો, તેના નિયમિત પ્રયોગ કરવાથી વાળનું ખરવું બંધ થઇ જશે.