Home » Lifestyle » Health » ખતરનાક સ્મોગથી બચવા આટલું કરો રહેશો ફિટ?

News timeline

Ahmedabad
18 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
37 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
42 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
44 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
50 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
1 hour ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

ખતરનાક સ્મોગથી બચવા આટલું કરો રહેશો ફિટ?

નવી દિલ્હી: દિલ્હી તેમજ આસપાસના વિસ્તારમાં સ્મોગનું સ્તર એટલું બધું વધી ગયું છે કે તેનાથી બચવા લોકો વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે અને મોટા ભાગના લોકો કામ સિવાય ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે દરરોજ કસરત કરતા લોકોને હવે સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ સ્મોગથી બચવા યોગ પણ કરે અને આવી સમસ્યાથી બચે, કારણ આવા વાતાવરણમાં માસ્ક પહેરીને કસરત કરવા જતાં તેની અસર થવાની શક્યતા રહે છે.

દિલ્હી સહિતના કેટલાક વિસ્તારમાં સ્મોગનું સ્તર વધી જતાં જે લોકો નિયમિત કસરત માટે ટેવાયેલા છે તેમને બહાર નીકળે તો બીમારી લાગુ પડવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં તેમને એકસર્સાઈઝ માટે બહાર જવાના બદલે ઘરમાં જ યોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે, કારણ કે બહારના વાતાવરણમાં સ્મોગ વધુ માત્રામાં ફેલાયેલું હોય છે.

તેથી આવી સ્થિતિમાં કસરત કરવાથી જે તે વ્યકિતની શ્વાસ લેવાની ગતિ વધી જાય છે અને તેના કારણે હવામાં રહેલ ઝેરી સ્મોગ ફેફસાંમાં પહોંચી જાય છે. તેથી આવી સ્થિતિમાં થોડો સમય કસરત કરવાનું બંધ કરી દેવું જોઈએ. આવી સ્થિતિમાં ઘરમાં જ યોગ કરવાથી જે તે વ્યક્તિને બહારના ઝેરી સ્મોગની અસર થઈ શકતી નથી. તેથી હાલમાં જે સ્મોગની સમસ્યા છે ત્યારે લોકોએ કસરતના બદલે યોગથી ફિટ રહેવા પ્રયાસ કરવાે જોઈએ.

આ ઉપરાંત બાળકોને પણ ઘર બહાર જવા દેવાના બદલે તેમને ઘરમાં જ રમવાની સલાહ આપવી જોઈએ. તેથી બાળકોને બહાર રમવા જવાના બદલે તેમની સાથે ઘરમાં જ રમતો રમવાનું રાખવું જોઈએ, તેનાથી તમારા બાળક અને પરિવારને સ્મોગની અસરથી બચાવી શકશો.