Home » Lifestyle » Spiritual » દિવાળી પર સર્વ મનોકામનાની પૂર્તિ માટે કરો અષ્ટલક્ષ્મીનું વ્રત

News timeline

Ahmedabad
42 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

દિવાળી પર સર્વ મનોકામનાની પૂર્તિ માટે કરો અષ્ટલક્ષ્મીનું વ્રત

જે માનવી જીવનમાં લક્ષ્મી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેણે અષ્ટલક્ષ્મીની પૂજા કરવી જોઈએ. મા લક્ષ્મીના આઠ સ્વરપોની પૂજા કરવાથી વ્યક્તિને આર્થિક લાભ, સ્વાસ્થ્ય લાભ, ધન લાભ, સ્થળ લાભ, કાળ લાભ, સામાજિક લાભ એમ કુલ આઠેય પ્રકારની સિદ્ધિ મળે છે. શાસ્ત્રોમાં આ વર્ણન અને મંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે.
લક્ષ્મીના આઠ સ્વરૂપોની આરાધના કરવાથી ધન રૂપે લક્ષ્મી પ્રાપ્ત થાય છે. દેવી લક્ષ્મી સદૈય ઘરમાં વાસ કરે છે. ઘરમાં બરકત રહે છે.
મંત્રઃ ૐ આદ્ય લક્ષ્મ્યૈ નમઃ
યશ લક્ષ્મીઃ
લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિને સમાજમાં સન્માન, યશ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. દેવીની આરાધના કરવાથી વ્યક્તિમા વિદ્વત્તા, વિનમ્રતા આવે છે. અન્ય લોકો જે શત્રુભાવ રાખતા હોય તેનો વ્યવહાર પણ તમારા પ્રત્યે સન્માનપૂર્વકનો થઈ જાય છે.
આયુ લક્ષ્મીઃ
લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિ દીર્ધાયુને પ્રાપ્ત કરે છે. અને રોગથી બચે છે. જો વ્યક્તિ હમેશા રોગ કે તણાવ ગ્રસ્ત રેહતો હોય તો તેણે લક્ષમી દેવીના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તેનાથી તેની તમામ મુશ્કેલીઓ ઘટી જાય છે.
વાહન લક્ષ્મીઃ
લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિના ઘરમાં વાહનનું સુખ પ્રાપ્ત થાય છે એની સાથે વ્યક્તિને સ્થાન લાભ મળે છે. એટલે કે અનાયાસે જ વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય સ્થળે હાજર જ હોય છે. તેના લીધે તેની કિર્તિ અને નામનામાં વધારો થાય છે.
સ્થિર લક્ષ્મીઃ
લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી ઘર-ધાન્યથી ભરેલું રહે છે. વાસ્તવમાં આ અન્નપૂર્ણા દેવીનું જ રૂપ છે. જે ઘરમાં સ્થાયી નિવાસ કરીને સર્વ પ્રકારે સુખ સમૃદ્ધિ આપે છે. ઘર હમેંશા ખુશીઓથી ભરેલું રહે છે. ઘરમાં કોઈ વાતે કમી નથી રહેતી.
સંતાન લક્ષ્મી:
લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી સંતાનહીન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ તેમને જો સંતાન સંબંધી કોઈ સમસ્યાઓ હોય તો તેમાં સુધાર થાય છે. સંતાનો સુખ આપનારા નિવડે છે.
ગૃહલક્ષ્મીઃ
લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિને સારા મકાન કે ઘરની પ્રાપ્તિ થાય છે. મકાન સર્વ પ્રકારે સુખ આપનારું નિવડે છે.
યોગલક્ષ્મીઃ
જે વ્યક્તિ લક્ષ્મીના આ સ્વરૂપની પૂૂજા કરે છે. તેને દેવી લક્ષ્મી મહામાયા સ્વરૂપે અનેક સિદ્ધિઓ આપે છે. ઉચ્ચ અધ્યાત્મ અને ઈશ્વર દર્શનની પ્રાપ્તિ કરાવે છે. અંતે ઈચ્છામૃત્યુને પ્રાપ્ત કરે છે. વ્યક્તિને અનેક સિદ્ધિઓ મળી હોવાથી તે પોતાની સાથે અનેક લોકોનું કલ્યાણ કરવા શક્તિમાન બને છે.