Home » Lifestyle » Spiritual » જયોતિર્મય પ્રકાશ પર્વ, દીપાવલી

News timeline

Ahmedabad
29 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

જયોતિર્મય પ્રકાશ પર્વ, દીપાવલી

ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા દરેક પર્વનો ધર્મ- આધ્યાત્મિક તેમજ સામાજિક પણે મોટો મહિમા ગવાયો છે. તો બધા પર્વો કંઈને કંઈ ઉપયોગી બોધ આપે છે. આવા ઉત્સવો, જીવનને પ્રકાશમય બનાવી ને ઉન્નત પ્રગ્તિ કરવાની પ્રેરણા આપતા હોય છે. દીપાવલી એટલે દીપોની હારમાળા. પ્રકાશનું આ પર્વ મનુષ્યને અંધકારમાંથી બહાર લાવીને ઉજાસ તરફ દોરી જનારૂં છે. દીવાની જ્યોત અજ્ઞાાન અને અશુભત્ત્વને મિટાવી જીવન-પથને ઉજ્જવળ કરે છે. એટલે દીવાને પ્રણામ કરી પ્રાર્થના કરાય છે.

‘ શુભંકરોતુ કલ્યાણં આરોગ્ય ધન સંપ્રદા ।

શત્રુબુદ્ધિ વિનાશાય, દીપજયોતિ નમોસ્તુતે ।।

અર્થાત્ : હે દીપજયોતિ ! તું અમારૂં શુભ અને કલ્યાણ કર. શત્રુ-બુદ્ધિનો નાશ કરવા માટે તમને નમસ્કાર છે.

દીવાની જ્યોત પૂજન- અર્ચનમાં એક અતિ અનિવાર્ય અંગ છે. તેની પાછળ અનેક કારણો છે. દીવડાની દીપજયોતિ હંમેશાં ઉપરની તરફ જ ગતિ કરે છે, જે આ વાતનો સંકેત કરે છે કે માનવ જીવનજ્યોતિ પણ ઉર્ધ્વગામી હોવી જોઈએ માનવીનાં મનમાં રહી પડેલા વિચાર વૃત્તિઓમાંના વિકારોનું વિરેચન કરી એમને ઉર્ધ્વમુખી કરવા જોઈએ. પરમાત્મા ભક્તિ સેવા પૂજા, જીવનને ધર્મ, અધ્યાત્મને પંથ ઉચ્ચ માર્ગે વાળે છે.

અર્થાત્ : તારૂંમન મારામાં (પરમાત્મામાં) જ પરોવી દે. તારી બુધ્ધિ મારી સાથે જોડી દે. જો તું મારા મય બનીને રહીશ તો તારી ઉર્ધ્વગતિ થશે, એમાં કોઈ સંશય નથી. ધનસંપત્તિએ લક્ષ્મીજીનું પ્રતીક છે. આવી સંપત્તિનું સર્જન, વૃધ્ધિ અને તેની સ્થિરતા માટે શાસ્ત્ર બહુ સુંદર વાત કરે છે.

લક્ષ્મી એટલે કે સંપત્તિનું માંગલ્યમાંથી સર્જન થાય છે. ચાતુર્ય- બુદ્ધિ- મત્તાથી વધારો થાય છે, નિપુણતાથી સ્થિર થાય છે, પણ સંયમથી ઘરમાં કાયમ વસી જાય છે.

જૈન ધર્મમાં દિવાળીનો ઉત્સવએ આત્માનાં જાગરણનું પર્વ છે, કેમકે એ રાત્રિ એ ભગવાન મહાવીરે મહાપ્રયાણ આદર્યું હતું. એટલે ધર્મપ્રેમી લોકો નિર્વાણ કલ્યાણક તરીકે તેને મનાવે છે. દિવાળીની રાત્રિએ ભગવાન શ્રી મહાવીરે તેમના આત્મા સાથે રહેલા ચાર અઘાતી કર્મોને અલગ કરીને, તેઓ સિધ્ધિ શીલા ઉપર જઈને અવસ્થિત થઈ ગયેલા.

શ્રી મહાવીર તેમનાં આત્મા, જીવનનાં સંસારચક્રમાં ચાલતા જન્મ- મરણનાં ચક્કરમાંથી હંમેશ માટે મુક્ત થઈને. પોતાના સ્વભાવમાં સ્થિત થાય છે. અને અનંત ચતુષ્ટથીનો આવિર્ભાવ ફરે છે. વીર પરમાત્માની સિધ્ધિગતિ અને તેમનાં ચરમ શરીરનાં વિલયની સ્મૃતિને સુશ્રાવકો દિવાળીમાં ધર્મની આરાધના કરીને મનાવે છે.

રામચંદ્રજી, રાવણ પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પરત થયા ત્યારે લોકોએ પોતાના ઘર- ઉંબરે, શેરી મહોલ્લામાં અને પુરી અયોધ્યાનગરીમાં દીવાને પ્રજ્જવલ્લિત કરીને ભગવાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ત્યારનાં સમયથી આપણે આ દિવાળીનાં સપરમા દિવસોમાં ઘર- ઘરમાં જ્યોત પ્રગટાવીને ભવ્ય ઉજવણી કરીએ છીએ.