Home » Lifestyle » Spiritual » કાળી ચૌદશ, નરક ચતુર્દશી શા માટે કહેવાઈ ?

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

કાળી ચૌદશ, નરક ચતુર્દશી શા માટે કહેવાઈ ?

કાળીચૌદશ જેવા પવિત્ર દિનને કેટલાક લોકો એ ખોટી રીતે ડરામણો બનાવી, વગોવી નાખ્યો છે. વાસ્તવમાં તંત્ર વિદ્યા એ મેલી વિદ્યા નથી, પરંતુ માનવ-મનમાં પડેલી મલિનતાને દૂર કરનારી મંગળકારી વિદ્યા છે. જીવનમાં વસી ગયેલી કાળાશ એટલે ક્રુરતાને સમાપ્ત કરીને મન-હૃદયને શુધ્ધ-પવિત્ર કરનારૂં એ જ્ઞાાન છે. દિવાળીની પૂર્વસંધ્યાથી પ્રભાત સુધીની રાત્રી કાળી ચૌદશ કહેવાયી છે. તો એ સાથે તેને નરક ચતુર્દશી પણ કહે છે. આ જાણીને થોડા વિસ્મયનો અનુભવ થાય છે કે હિન્દુ- પંચાંગ પ્રમાણે વર્ષમાં આવતી ચોવીસ ચૌદશમાંથી એક યને કાળી કે નરક પંચાંગ પ્રમાણે વર્ષમાં આવતી ચોવીસ ચૌદશમાંથી એકયને કાળી કે નરક ચૌદશ કહેતા નથી, તો પછી આસો વદ ચૌદશને આવો સિરપાવ કેમ ?

એક પૌરાણિક કથા અનુસાર આજનાં દિવસે જ શ્રીકૃષ્ણએ નરકાસુર નામનાં રાક્ષસનો વધ કર્યો, પ્રજાને આવા આસુરથી તેનો વધ કરીને મુક્તિ અપાવી. તેની ખુશીમાં સૌ એ આ ચૌદશનાં પર્વની ઉજવણી કરી. એ અંધારી રાત્રિમાં નગરવાસીઓએ દીવાપ્રગટાવીને પ્રકાશ રેલાવ્યો અને આ નરક ચતુર્દશીનો તહેવાર મનાવ્યો. મા દુર્ગાનાં બે સ્વરૂપો ગણાયાં છે. એક સૌમ્ય તો બીજું રૌદ્ર. કાળી ચૌદશનું રાત્રિપર્વ મહાકાળીનાં રોદ્ર સ્વરૂપનું મનાયું છે, ત્યારે તેની ઉપાસના કરવામાં આવે છે. આ માતાનું સ્વરૂપ અનિષ્ટ તત્વનો નાશ કરીને, ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્ય જીવ સ્વભાવગત અનેક દુર્ગુણોનો ગુલામ હોય છે, જે તેની આધ્યાત્મિક ઉન્નતિમાં મોટું વિઘ્ન બને છે. કાળી ચૌદર્શની વિશેષ રાત્રિ એ મા કાળીની ઉપાસના ભક્તોમાં દુર્ભાવોનો નાશ કરી તેને સાચો માર્ગ સૂચવે  છે.

મંત્ર- તંત્રના સાધકો માટે આસો વદ ચૌદશનો મહિમા વિશિષ્ઠ હોય છે. ગૂઢવિદ્યાનાં જાણકારો તંત્ર સાધકો અનોખી સિધ્ધિ પામવા તંત્ર-મંત્રની ઘોર સાધના કરે છે. સાધના શબ્દ, મૂળ સંસ્કૃત ‘ સાદ્ય્’ ધાતુ પરથી સાધના થયો. સાદ્ય એટલે કંઈક સાધવું, મેળવવું. એ પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ, તપ, ઉપાસના સેવા કે કાર્યકરણ એટલે સાધના. કાળી ચૌદશનું પર્વ સૌન્દર્ય વર્ધક હોવાથી તેને રૂપચતુર્દશી તરીકે પણ મનાવવામાં આવે છે.

આ દિવસનાં સંધ્યાકાળ પછી મોટાભાગની ગૃહિણીઓ, મહોલ્લાનાં નાકે, ચાર રસ્તાની ચોકડી પર, મગની દાળનાં વડા મૂકીને સાથે હનુમાનજી માટેનાં તેલની પળી રાખીને કકળાટને વિદાય આપવાની વિધિ કરે છે. આની પાછળ તેમની એવી ભાવના છે કે ઘર, પરિવારમાં આવી ગયેલા, કલેષ, કંકાશને કજીયાનો નાશ થાય. કુટુમ્બમાં શાંતિ- સુલેહની ભાવના સૌમાં વસે. કાળીચૌદશ જેવા પવિત્ર દિનને કેટલાક લોકો એ ખોટી રીતે ડરામણો બનાવી, વગોવી નાખ્યો છે. વાસ્તવમાં તંત્ર વિદ્યા એ મેલી વિદ્યા નથી, પરંતુ માનવ-મનમાં પડેલી મલિનતાને દૂર કરનારી મંગળકારી વિદ્યા છે. જીવનમાં વસી ગયેલી કાળાશ એટલે ક્રુરતાને સમાપ્ત કરીને મન-હૃદયને શુધ્ધ-પવિત્ર કરનારૂં એ જ્ઞાાન છે.