Home » Lifestyle » Spiritual » ‘ધનતેરસ’ એટલે ‘ધન’ નું પૂજન નહી પરંતુ ‘ધન્વન્તરી’ નું પૂજન

News timeline

Ahmedabad
29 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

‘ધનતેરસ’ એટલે ‘ધન’ નું પૂજન નહી પરંતુ ‘ધન્વન્તરી’ નું પૂજન

સુશ્રુત સંહિતાના સ્પષ્ટ પરિચય આપતાં ભગવાન ધન્વન્તરીએ સ્વમુખે કહ્યું છે કે હું ભગવાન ધન્વન્તરી દેવ અપમૃત્યુ, ઘડપણ, રોગો વિગેરેનો નાશ કરવા શસ્ત્રક્રિયાને પ્રધાન ગણીને આયુર્વેદના ઉપદેશ માટે પ્રગટ થયો છું. યમરાજા અને પાર્ષદો વચ્ચે એકવાર સંવાદ થયો. પાર્ષદોએ પૂછયું, હે યમરાજ અમારે ઘણીવખત ન લેવા જેવા જીવો ને પણ પૃથ્વી પરથી લાવવા પડે છે. તેવા અકાળ મૃત્યુ વખતે અમને પણ દયા-કરૂણા આવી જાય છે.
આપ એવો કોઈ માર્ગ બતાવો કે એવા કુમળા જીવોને, કે અકાળે મૃત્યુ ભેટનારાને કોઈપણ બિમારી ન હોય તેવા જીવોને લેવાનું (મૃત્યુલોકમાં લાવવાનું) દુષ્કૃત્ય અમારા હાથે ન થાય તેવી કૃપા કરો યમરાજે ત્યારે તેના દૂતોને કહ્યું કે આ પૃથ્વીલોકમાં લોકોના આરોગ્યના આદિ દેવ તેવા ભગવાન ધન્વન્તરી કે જેમણે સ્વાસ્થ્ય માટે પૃથ્વી પર આરોગ્ય ના વિદ્યાવાળા ‘ આયુર્વેદ’નું અવતરણ કરાવ્યું છે.

અને જેમા આરોગ્યનું અમૃત આવેલું છે તેવા ‘ભગવાન ધન્વન્તરી’ કે જે આરોગ્યના દેવતા છે. જેમનું પ્રાગટય ‘ ધનતેરશ ના દિવસે થયેલું જે ધનન્વન્તરી જયંતી કે ધન્વન્તરીત્રયોદશી’ તરીકે ઓળખાય છે. તે દિવસે જે કોઈ તેમનું પૂજન- અર્ચન કે સ્મરણ કરશે તે ગૃહે અકાળ મૃત્યુ નહી આવે. ત્યાં યમરાજોને પ્રવેશ કરવાની મનાઈ આપેલ છે. કારણકે દયાનિધિ- કરૂણાના સાગર, વિશ્વભરનાં આરોગ્યના દેવતા, આરોગ્ય ચિંતક, સ્વાસ્થ્યના દાતા, અને રોગને વિનાશ કરનારા તે ભગવાન ‘ ધન્વન્તરી’ છે તે આઠ ઐશ્વર્યો યુક્ત હોવાથી તેને ભગવાન કહેવાય છે તેના ઉપાસકોનું આરોગ્ય- સ્વાસ્થ્ય રક્ષણ થશે અને અકાળે મૃત્યુ નહી પામે.

આસો માસના કૃષ્ણપક્ષની તેરસએ ‘ ધન્વન્તરી ભગવાન’ના પ્રાગટય દિવસ છે જેણે આરોગ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, આથી આ દિવસ (ધનતેરસ) એ તેના પૂજનનું મહાત્મય ધરાવે છે. સૃષ્ટિના પ્રથમ કલ્યાણકારી તબીબ એ ભગવાન ‘ ધન્વન્તરી’ છે જેણે આયુર્વેદ કાયચિકિત્સા (મેડીસીન), શલ્યચિકિત્સા (સર્જરી), શાબાકય ચિકિત્સા (ઇએનટી અને ઓપ્થોલમોલોજી) બાળ ચિકિત્સા (પેડિયાટિકસએન્ડ ગાયનેક) માનસ ચિકિત્સા ( સાયકોથેરાપી) વિગેરે આઠ અંગવાળા આયુર્વેદ શાસ્ત્રનો પ્રજાના હિતમાં ઉપદેશ આપ્યો. આ ધનતેરસે ‘ ધન્વન્તરી જયંતિના દિવસે જે કોઈ ઘરના પ્રવેશદ્વારે ઉંબરે દીવો મૂકીને સાંજે સંધ્યા સમયે ધન્વન્તરી પૂજા સ્મરણ કે વંદના કરશે તે ઘરમાં અકાળમૃત્યુ પ્રવેશી શક્તું નથી. અને ભગવાન ધન્વન્તરી તે ઘરના લોકોના આરોગ્યનું રક્ષણ કરશે. આ ભારતીય આરોગ્ય શાસ્ત્રની સંસ્કૃતિની ગાથા છે.

મહાભારતની લડાઈમાં’ ધન્વન્તરી’ના સાંપ્રદાયિક અશ્વિની દેવોએ પક્ષપાત વિના ઘાયલોની સુશ્રુષા કરેલી, રામચરિત માનસમાં બતાવે છે લંકાના યુદ્ધ સમયે ઘવાયેલ મૂર્છિત થયેલા લક્ષ્મણને સુષેન નામના વૈદ્યે સંજીવની ઔષધોથી સભાન કરેલ, અમૃત કુંભ ધારણ કરી દેવતાઓને આરોગ્ય આપ્યું. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં તથા સુશ્રુત સંહિતામાં સમુદ્રમંથનમાંથી ભગવાન ધન્વન્તરીની પ્રાગટય કથા છે. કાશીમાં દિવોદાસ ધન્વન્તરીની કથા મળે છે. સુશ્રુત સંહિતાના સ્પષ્ટ પરિચય આપતાં ભગવાન ધન્વન્તરીએ સ્વમુખે કહ્યું છે કે હું ભગવાન ધન્વન્તરી દેવ અપમૃત્યુ, ઘડપણ, રોગો વિગેરેનો નાશ કરવા શસ્ત્રક્રિયાને પ્રધાન ગણીને આયુર્વેદના ઉપદેશ માટે પ્રગટ થયો છું. (સુશ્રુત સૂત્રસ્થાન)

આજે રામ, કૃષ્ણ, શિવ, મહાવીર, બુદ્ધ જેવા ધન્વન્તરીના મંદિરો નથી તે આપણી ઉણપ છે. જીવનનું શ્રેષ્ઠ સુખ છે. ધન્વન્તરીમાં ઐશ્વર્ય શક્તિ છે. ભગ શબ્દ ઐશ્વર્ય માટે જ વપરાય છે. અચિંતવ્યશક્તિ, અપાર ઐશ્વર્ય, પરાક્રમ, યશ શ્રી એમ સંશય રહિતનું ત્રિકાળ સત્ય તેવું જ્ઞાાન હોવાથી તેને ભગવાન કહેવાય છે.

ધન્વન્તરી પ્રાર્થના :

‘ ધન્વન્તરી ધૃત કરામૃત પૂર્ણ કુંભ, પિતાંબર સકલસિદ્ધ સુરેન્દ્ર વંદ્યમ્ ;

વંદે અરવિંદ નયન મણિ માલ્યમ્, આયુર્વેદ પ્રવર્તક મનુસ્મૃતિ રોગનાશમ્ ।। (સુશ્રુત સંહિતા)

હાથમાં અમૃત પરિપૂર્ણ કુંભનેધારણ કરેલા પિતાંબરથી સુશોભિત સર્વસિદ્ધ સુરેન્દ્ર દ્વારા વંદનીય કમળ સમાન નયનોવાળા, આયુર્વેદ પ્રવર્તક તેમજ જેમના નામ સ્મરણથી રોગો નાશ પામે છે. તેવા ભગવાન ધન્વન્તરી ને હું પ્રણામ કરું છું. જે અમારા આરોગ્યની રક્ષા કરો અને રોગ પીડાથી દૂર રાખો.