Home » Lifestyle » Spiritual » લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર: સંતરામ મંદિર

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર: સંતરામ મંદિર

સાક્ષર ભૂમિ એટલે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું નડીઆદ. આ નડીઆદ શહેરમાં સંતરામ મહારાજનું સુંદર મંદિર આવેલું છે. જેની કીર્તિ દેશ વિદેશમાં ખૂબ જ ફેલાયેલી છે. મહા માસની પૂનમે દેશ વિદેશમાં તથા સંતરામ મહારાજને માનતા ભકતો અહીં દર્શન કરવા તથા મેળો માણવા આવે છે.

પૌરાણિક સંતરામ મંદિર ત્રણ માળનું તેમજ લાકડાં અને ચૂનાથી બનેલું હતું. તે પ૧ ફૂટ ઊંચંુ હતું. આ મંદિરને ૧૮૮૭માં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર જૂનું તેમજ જર્જરિત બનતાં તેને ઉતારી નવું મંદિર બાંધવાનો સંકલ્પ પ.પૂ. બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજે કર્યો. તા.૧પ-૦પ-૧૯૯૬ના રોજ નવા મંદિરનું ખાતમુહૂર્ત કરાયું. જે ત્રણ વર્ષમાં ૭૮ ફૂટ ઊંચું તૈયાર કરાયું.

અા મંદિરમાં અંબાજીનો આરસ પથ્થર, બાંસી ખડકપુરનો લાલ પથ્થર વપરાયો છે. ૧૦૦ શિલ્પી અહીં લાગલગાટ ત્રણ વર્ષ સુધી બેઠા હતા. અહીં ઝરુખા ર૪ અવતારની મૂર્તિઓ નવગ્રહની કલાત્મકતા મંદિરની શોભા વધારે છે. પેગોડા શૈલીનું આ મંદિર ઓરિસાના શિલ્પીઓએ ઘડયું છે. જેનો શિખર પ્રતિષ્ઠા મહોત્સવ નારાયણદાસજી મહારાજના હસ્તે થયો હતો.

આ મંદિરમાં અહર્નિશ સાધુ સંતો સતત આવતા જતા રહે છે. અહીં નાત જાતનો કોઇ ભેદભાવ નથી. આ મંદિરની સેવાકીય પ્રવૃત્તિને કારણે મંદિરને તથા નારાયણદાસજી મહારાજને ૧૯૯રનો કબીર એવોર્ડ તા.૦૬-૧૦-૧૯૯૪ના રોજ મળ્યો. તો શુકદેવજીના અવતાર સમા ડોંગરેજી મહારાજે સંતરામ મંદિરના પરિસરમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પૂ. મહારાજશ્રી સાક્ષાત ભગવાન દત્તનો અવતાર મનાતા હતા.

અવધૂત કોટીના આ સંતે સુરત, વડોદરા, પાદરા, ઉમરેઠ, કરમસદ, ખંભાતમાં વિચરીને નડીઆદના દ‌િક્ષણે પીપલગ ગામની સીમમાં રાયણની બખોલમાં પૂજાભાઇ પટેલના ખેતરમાં વાસ કર્યો હતો. આજે આ સ્થાન સંતરામ ડેરી તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામી ચૂકયું છે. પૂ. મહારાજશ્રી આ સ્થળે ૧પ વર્ષ રહ્યા હતા. તેમના આગમનથી પૂજાભાઇનાં ભાગ્ય ખૂલી ગયાં હતાં.

પૂજ્યશ્રીનો અંતઃકાળ નજીક આવ્યો ત્યારે તેમણે તેમના શિષ્યને કહ્યું કે, મારે જવાનો સમય થઇ ગયો છે. તમે બે કોડિયામાં ઘી પૂરી વાટ મૂકી પ્રગટાવશો નહીં. આ બંને દીપક મારો જીવ જતાં જ આપોઆપ પ્રગટી ઊઠશે.

બન્યું પણ એવું જ. એમણે કહ્યું હતું. જેવો પૂજ્ય મહારાજશ્રીનો જીવ દેહમાંથી નીકળ્યો કે તરત જ પેલા બે પ્રગટાવ્યા સિવાયના દીપક આપોઆપ ઝળહળી ઊઠયા.. આ દીપક દ્વારા પ્રગટેલી અખંડ જ્યોત આજે પણ સંતરામ મંદિરમાં શ્રદ્ધાની લહેર પ્રસરાવી રહી છે. જ્યારે પૂજ્ય મહારાજશ્રીનો દેહ છૂટયો ત્યારે આકાશમાંથી અનરાધાર સાકર વર્ષા કેટલાય સમય સુધી થઇ હતી. જ્યારે દિવ્ય આત્મા પૃથ્વી પર અવતરિત થાય છે કે જ્યારે દિવ્ય આત્મા પૃથ્વી ઉપરથી પાછા યથાસ્થાને જાય છે ત્યારે આકાશમાંથી પુષ્પ વર્ષા, સાકર વર્ષા કે કુમકુમ વર્ષા આપોઆપ થાય છે. વનસ્પતિ નવા કલેવર ધારણ કરે છે. આ બધા જ પ્રકૃતિના અનેરાં સ્વરૂપ છે. વાહ રે કુદરત વાહ.

નડીઆદમાં પહેલાં નવ ભાગોળ, નવ થિયેટર તથા નવ તળાવ હતાં. જેમાંનું સંતરામ મંદિર પાસેનું તળાવ તો બારેય માસ છલોછલ ભરેલું જ રહે છે. કહેવાય છે કે આ તળાવની અંદર નવ કૂવા આવેલા છે જે તળાવના પાણીને કદી ખૂટવા દેતા નથી. નડીઆદને શેઢી નદીની ભેટ મળી છે. જે નડીઆદને હરિયાળું રાખે છે. ખરેખર પૂજ્ય સંતરામ મહારાજની અસીમ કૃપાથી આજે પણ નડીઆદ દિવસેને દિવસે સમૃદ્ધિથી અતિ સમૃદ્ધ બનતું જાય છે.•