Home » Lifestyle » Travel » આ શહેરમાં 6 મહીના રોકાવા પર મળશે રૂ. 40 લાખ, જાણો કઈ રીતે

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

આ શહેરમાં 6 મહીના રોકાવા પર મળશે રૂ. 40 લાખ, જાણો કઈ રીતે

આજના ડિજિટલ ટાઇમમાં દરરોજ ઓફિસમાં 8 થી 9 કલાક આપ્યા પછી, વ્યક્તિને જોઈએ તેટલો પગાર ન મળતો. એટલું જ નહીં, લોકો પાસે તેમના પરિવાર અને મિત્રોને આપવા માટે સમય પણ નથી. વર્ક લોડને કારણે તે આસપાસ ફરવા પણ જઈ શકતા નથી. પરંતુ જો તમે કોઈ નોકરી ઓફર કરે કે તમે ફરો અને તમને એક પગાર પેકેજ મળે. જો તમે નાણાં બનાવવા સાથે ફરવા માંગો છો તો તમે માટે આ જોબ ખુબ કામની છે. આમાં, રૂ. 40 લાખનો પેકેજ છે જેના માટે તમારે આજુબાજુ ફરવાની સાથે એ સ્થળને પ્રમોટ કરવાનું રહેશે.

તમને જણાવી દઈએ કે એક પ્રવાસી વેબસાઇટ મેક્સિકોના કેનકુન નામના સ્થળે માત્ર 6 મહિના રહેવા માટે મળશે 60,000 ડોલર (એટલે 40 લાખ રૂપિયા). આ નોકરી માટે નિમણૂક કરનારા લોકોએ માત્ર શહેરના પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું રહેશે. આ ઉપરાંત, લોકોએ હોટલ, રેસ્ટોરાં અને શહેરની વિવિધ મુસાફરીની સાઇટ્સ વિશેનાં તેમના અનુભવો પણ જણાવવા રહેશે.

સૂત્રો પાસેથી માહિતી અનુસાર, પગાર ઉપરાંત શહેરમાં રહેવા દરમિયાન કરેલ તમામ ખર્ચ પણ વેબસાઈટ દ્વારા પરત આપવામાં આવશે. આ કામની સૌથી મહત્વની બાબત એ છે કે આ માટે તમારે કોઈ અનુભવની જરૂર નથી. આ ઉપરાંત ડિગ્રી અથવા લાયકાત માટેની પણ કોઈ જરૂર નથી.

આ નોકરી માટે અરજદારોએ પ્રથમ આ કાર્યો પૂર્ણ કરવા પડશે. માર્ચ 2018માં આ નોકરી શરૂ થઈ ગઈ છે અને ઓગસ્ટ 2018 સુધી ચાલશે. સૌ પ્રથમ, આ કાર્ય માટે 1 મિનિટની વિડિયો અપલોડ કરવો પડશે. આ વિડિયોમાં તમારે તમારી વિશેષતા જણાવવી પડશે અને શા માટે તમે આ નોકરી કરવા માંગો છો. આ પછી, 5 શ્રેષ્ઠ જાણીતા વિડિયોઝ પસંદ કરવામાં આવશે.

આ તબક્કા પાર કર્યા પછી, તમને એક મુલાકાત માટે મેક્સિકોમાં બોલાવવામાં આવશે. વેબસાઈટના સીઇઓના જણાવ્યા મુજબ, આ નોકરી શરૂ કરવા માટેનું કારણ એ છે કે આ સ્થાનને વિશ્વનો શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બને. તે ઇચ્છે છે કે દુનિયાભરથી લોકો આ શહેરની સુંદરતા જોવા આવે. વધારે વિચારો નહીં, આ નોકરી માટે આજે જ અરજી કરો.