Home » Lifestyle » Travel » ‘મસૂરી’માં કરો તમારું વીકેન્ડ એન્જોય

News timeline

World
48 mins ago

બેંગકોક મિલિટરી હોસ્પિટલમાં બોંબ વિસ્ફોટ : ૨૦ ઘાયલ

World
49 mins ago

ભારત આતંક પીડિત દેશ છે, પાક. આતંકીઓને શરણ આપવાનું બંધ કરે : ટ્રમ્પ

World
2 hours ago

ઈઝરાયેલ ભારતીય નૌકાદળને ટૂંક સમયમાં હાઇટેક ડિફેન્સ સિસ્ટમ આપશે

India
2 hours ago

ભારતે સ્વદેશી શસ્ત્રો સાથે જ આગામી યુધ્ધ લડવું જોઇએ : જનરલ રાવત

Gujarat
3 hours ago

રાજકોટમાં ૧૧ ભાગીદારોનું કારસ્તાન – દેના બેંક સાથે ૬૦.૧૯ કરોડનું કૌભાંડ

India
3 hours ago

મુંબઇ એરપોર્ટથી ભુવનેશ્વર જતા વિમાનનું ઇર્મજન્સી લેન્ડિંગ કરવું પડયું

World
5 hours ago

અફગાનિસ્તાનમાં આર્મી કેમ્પ ઉપર આતંકવાદી હૂમલોઃ 10 જવાનોના મોત

Bangalore
5 hours ago

RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને ઉમરકેદની સજા

Bollywood
5 hours ago

ઉર્મિલાનો નવી ફિલ્મમાં ચંપાનો રોલ કરશે

Delhi
5 hours ago

સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાની બીજી કડક કાર્યવાહી, LOC પર પાક સેનાની ચોકીઓ ઉડાવી

Gujarat
6 hours ago

જૂનાગઢમાં રર૦ કિલોની મહિલાનું ઓપરેશન, ચાર લિટર રસી કાઢી

Canada
6 hours ago

કેનેડામાં ર૦૧૯ની ચૂંટણી માટે પદ્ધતિઓની ચકાસણી કરી રહેલું જાસુસીતંત્ર

‘મસૂરી’માં કરો તમારું વીકેન્ડ એન્જોય

દૂર દૂર સુધી જોવા મળતા લીલીછમ પહાડો અને એમાથી પસાર થતી સાંકળા અને ઘુમાવદાર રસ્તા. ખૂબ જ દૂર દેખાતા બરફથી ઢંકાયેલા સફેદ પહાડો અને પહાડોમાં બનેલા ઘર. આવું જ છે મસૂરી, અહીંયા આવીને કોઇ પણ રોમાંચિત થઇ શકે છે. જો કે ઉનાળામાં અહીંયા થોડી ગરમી હોય છે પરંતુ અહીંના સવાર સાંજ કોઇને પણ મોહી લે છે. મસૂરી દરીયાની સપાટીથી 7000 ફીટ ઊંચાઇ પર વસેલું છે. અહીંયા ગમે ત્યારે વરસાદ પડી શકે છે. આ શહેર 1822માં વસવાનું શરૂ થયું હતું અને આજ સુધી આ શહેર દરેકના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

મસૂરીમાં જોવાલાયક સ્થળો:

1. કેંપ્ટી ફોલ્સ
આ મસૂરીથી 15 કિમી દૂર યમનોત્રી માર્ગ પર આવેલું છે. અહીંયા ઊંચા પહોડામાંથી નિકળતું ઝરણું છે અને અહીંયા એક કૃત્રિમ ઝીલ બનાવવામાં આવ્યું છે. અહીંયા અલગ અલગ ફૂલોથી બનાવેલું ગાર્ડન પણ છે જે લોકોને આકર્ષણ કરે છે.

2. કેમલ બેક રોડ
આ રોડ કુલરી બજારથી શરૂ થાય છે અને 3 કિમી લાંબો રોડ છે. આ રસ્તાનું સૌથી મોટું આકર્ષણ છે ઘોડેસવારી કરવી. અહીંયા સનસેટનો નજારો ખૂબ જ સુંદર હોય છે.

3. ગન હિલ્સ
આ મસૂરીનું બીજો સૌથી ઊંચો પહાડ છે. અહીંથી હિમાલયની ખૂબસુરતીઓને સારી રીતે જોઇ શકાશે. અહીંયાથી મસૂરી શહેર અને દૂન ઘાટીને વર્ડ વ્યૂની જેમ જોઇ શકાય છે.

4. ઝડીપાની ફોલ
આ મસૂરીથી આશરે 9 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા સુધી પહોંચવા માટે બસ જેવી સુવિધાઓ પણ મળી જાય છે. એનાથી આગળ 1.5 કિમી ચાલીને તમે ઝડીપાની ફોલ સુધી સરળતાથી પહોંચી શકો છો.

5. ભટ્ટા ફોલ
આ મસૂરી દહેરાદૂન માર્ગ પર 7 કિલોમીટરના અંતર પર આવેલું છે. કોઇ પણ વ્યક્તિ બસ અથવા કારથી 4 કિમી દૂર બાટલા ગામ જઇ શકે છે પછી એનાથી આગળ 3 કિમી સુધી ચાલવું પડે છે.