Home » Lifestyle » Travel » લાંબા વેકેશન પર જવું છે?

News timeline

Bollywood
1 hour ago

ઇશા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ ઉપર નવા ફોટાથી ફરી વિવાદમાં

Cricket
3 hours ago

સૌરવ ગાંગુલીનું અપગ્રેડેડ વર્ઝન છે વિરાટ કોહલીઃ સહેવાગ

World
5 hours ago

વેનેઝુએલામાં ભૂખમરાની સ્થિતિ: 1 કિલો માંસના 3 લાખ, 1 લિટર દૂધના 80 હજાર

Bangalore
5 hours ago

PNB મહાકૌભાંડમાં CBIને મળી મોટી સફળતા, ગોકુલનાથ શેટ્ટી સહિત 3ની ધરપકડ

Bollywood
5 hours ago

પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

Bhavnagar
6 hours ago

અમદાવાદથી મુંદ્રા જવા માટે એર સર્વિસ શરૂ થઈ

Canada
7 hours ago

ખેડૂતો અને સરહદની બાબતોમાં અમારી સાથે કેનેડાનું વર્તન યોગ્ય નથી : ટ્રમ્પ

Headline News
7 hours ago

વિન્ટર ઓલિમ્પિક : અલજોના- બુ્રનોની જોડીને પેર્સ ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ

Ahmedabad
8 hours ago

આત્મવિલોપન મામલે પાટણ સજ્જડ બંધઃ ટાયરો સળગાવાયા

Bollywood
9 hours ago

સાકિબ સલીમ હવે હુમા કુરેશી સાથે ફરી હોરર ફિલ્મ નહીં કરે

Gujarat
10 hours ago

જામનગર: બાળાના દુષ્કર્મ-હત્યામાં પિતાની ધરપકડ

Breaking News
11 hours ago

મંત્રીમંડળમાં સ્થાન ન અપાતા નારાજ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષપદે

લાંબા વેકેશન પર જવું છે?

ઝડપી અને બીબાઢાળ જીવનશૈલીને કારણે સતત ભાગતો રહેતો માણસ સમય મળે શાંતિ અને ફુરસદની ક્ષણોને ઝંખતો જોવા મળે છે અને તેના માટે જ હવે લોકો સમય મળે પરિવાર સાથે વિવિધ સ્થળોની મુલાકાત લેવા નીકળી પડે છે. જો તમે પણ તમારા પરિવાર કે જીવનસાથી સાથે શહેરીકરણની ભાગદોડથી દૂર એકાંતમાં સમય વિતાવવાનું સપનું જોતાં હોવ તો આ સપનું સાકાર થઇ શકે એમ છે.

ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા ટાપુ દ્વારા સરસ મજાની ઑફર જાહેર કરવામાં આવી છે. છ મહિના સુધી વ્યક્તિ પોતાના સાથી સાથે આ ટાપુ પર નિવાસ કરી શકશે. યેસ, આખો ટાપુ બે માણસોના હવાલે સોંપી દેવામાં આવશે. શહેરની ઝાકઝમાળ અને ઘોંઘાટથી સાવ અલિપ્ત આ ટાપુને એવા લોકોની જરૂર છે જે ત્યાંના પાર્ક અને વાઇલ્ડલાઇફનું જતન કરી શકે. તાસ્માનિયા ટાપુની વાઇલ્ડલાઇફ સર્વિસ દ્વારા ઓફર પ્રકાશિત કરવામાં આવી છે કે સમગ્ર ટાપુ પર માત્ર બે જણા જ હશે. તેઓ જે રીતે ચાહે એ રીતે અહીં રહી શકશે પણ શરત એટલી કે ટાપુ પર રહેલા પાર્કનું જતન કરવું પડશે. આ ઉપરાંત ટાપુ પર રહેનારી વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત હોવી જોઇએ, ટાપુ દૂર હોવાથી સાથે સાથીનું હોવું જરૂરી છે. ટાપુ પરના હવામાનની જાણકારી આપવાની રહેશે. ટાપુ પર રહેનારી વ્યક્તિઓની સુગમતા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. ટાપુ પર રહેવા તૈયાર થનાર વ્યક્તિને રૂપિયા પણ આપવામાં આવશે. જે વ્યક્તિની પસંદગી થશે તેણે માર્ચ મહિનાથી લઇને સપ્ટેમ્બર મહિના સુધી એ ટાપુ પર રહેવું પડશે.