માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફરવા માટે ઘણી બધી ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓ છે. વિદેશોમાં બનાવવામાં આવેલ કેટલાંક મંદિરો સુંદર હોવાંની સાથે-સાથે ઘણાં મોટાં પણ છે. આમ તો સામાન્ય રીતે ભારતમાં ઘણાં બધાં સુંદર અને વિશાળ મંદિરો આવેલા છે પરંતુ આજે અમે આપણે દુનિયાનાં વિશાળ હિંદુ મંદિર વિશેની વાત કરવા જઇ રહ્યાં છીએ.
અમેરિકાનાં ન્યૂજર્સીનાં રૉવિંસવિલેમાં બનેલ અક્ષરધામ મંદિર 162 એકરમાં ફેલાયેલ છે. જેનાં લીધે આ મંદિરને દુનિયાનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરને બનાવવા માટે ભારતમાંથી લગભગ 13,199 પથ્થર ત્યાં મોકલવામાં આવ્યાં હતાં.
આ મંદિર વિશાળ હોવાંની સાથે-સાથે આને દુનિયાનું સૌથી સુંદર મંદિર પણ માનવામાં આવે છે. 134 ફૂટ લાંબા અને 87 ફૂટ ફેલાયેલ આ મંદિરમાં 108 થાંભલા અને 3 ગર્ભગ્રહ પણ બનાવવામાં આવેલ છે. શિલ્પશાસ્ત્ર અનુસાર આ મંદિરનાં નિર્માણ માટે 68 હજાર ક્યૂવિક ફીટ ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ મંદિરનાં નક્શીકામ માટે ભારતનાં કલાકારોને બોલાવવામાં આવ્યા હતાં જેથી આ મંદિરમાં ભારતીય ઝલક જોવા મળે.
We are Social