Home » Lifestyle » Travel » એવાં દેશો કે જ્યાં સરકાર આપે છે ફરવાનાં રૂપિયા

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

એવાં દેશો કે જ્યાં સરકાર આપે છે ફરવાનાં રૂપિયા

ફ્રાંસઃ
અહીં બેરોજગાર લોકોને ભથ્થું આપવા માટેની કેટલીક શરતો નિર્ધારિત કરવામાં આવી છે. અહીં બેરોજગારોને 6,959 યૂરો એટલે કે અંદાજે 5.21 લાખ રૂપિયા વર્ષનું ભથ્થું આપવામાં આવે છે. ઉંમર, શૈક્ષણિક યોગ્યતા અને સામાજિક સ્થિતિને આધારે બેરોજગાર લોકોનાં અલગ-અલગ વર્ગ બનાવવામાં આવ્યાં છે.
જેનાં આધારે દરેકને અલગ-અલગ બેરોજગારી ભથ્થું મળે છે. પૂર્વ કર્મચારીઓને 65 ટકા સેલરીનો બેનિફિટ આપવામાં આવે છે. આ સાથે ફરવા માટે અલગથી રૂપિયા પણ આપવામાં આવે છે.

જર્મનીઃ
અહીં એકલા રહેનારા બેરોજગાર લોકોને 391 યૂરો પ્રતિ માસ અંદાજે 29 હજાર રૂપિયા આપવામાં આવે છે. લગ્ન કરેલા બેરોજગાર લોકોને 353 યૂરો લગભગ 26 હજાર રૂપિયા આપવામાં આવે છે. બેરોજગાર માતા-પિતાને પ્રત્યેક બાળકો માટે એટલે કે જેઓની ઉંમર 7થી 14 વર્ષની વચ્ચેની છે તેમનાં પાલન-પોષણ માટે પણ ખર્ચો આપવામાં આવે છે.

નેધરલેન્ડઃ
અહીં આપની પ્રથમ ટાઇમે મળનાર સેલરીની તુલના કરવામા આવે છે. જ્યાંથી આપ નોકરી છોડી ચૂક્યાં છો તો ત્યાં આપને વાર્ષિક 2 લાખ રૂપિયા સેલરી મળતી હતી તો નેધરલેન્ડ સરકાર અન્ય નોકરી ના મળે ત્યાં સુધી આપને ઓછામાં ઓછું 1.50 લાખ રૂપિયાનું વાર્ષિક બેરોજગારી ભથ્થું જરૂર આપશે. એટલે કે માસિક ભથ્થાની વાત કરીએ તો 2012 અંતર્ગત દેશની આવકમાં માસિક 4000 યૂરો (2 લાખ રૂપિયા)નું યોગદાન આપનાર લોકોને બેરોજગાર થવા પર 70,000 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવ્યું.

ફિનલેન્ડઃ
અંદાજે 2 લાખ 13 હજાર લોકો ત્યાં બેરોજગાર છે. આમાંથી અંદાજે 2000 લોકોને આટલું બેરોજગારી ભથ્થું મળે છે કે જેને સાંભળીને આપને પોતાની સેલરી યાદ આવી જશે. અહીં માસ્ટર ડિગ્રી કરેલા 2000 લોકોને મહિનાનાં 40,000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે. બાકી બેરોજગારોને પણ એમની શૈક્ષણિક યોગ્યતાનાં હિસાબથી 10,000 રૂપિયાથી પણ વધારે બેરોજગારીનું ભથ્થું આપવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડઃ
એક એવો દેશ કે જ્યાં ન તો માત્ર આપને બેરોજગારી ભથ્થું આપવામાં આવતું પરંતુ રોજગાર ન મળવા પર સરકાર આપની મદદ પણ કરે છે. ત્યાં બીજી બાજુ બેરોજગારી ભથ્થાંની વાત કરીએ તો વગર બાળકોવાળા 20થી 24 ઉંમરનાં જવાનીયાઓને 11,000 રૂપિયા મહીને, 25 વર્ષથી વધારે ઉંમરવાળા વ્યક્તિઓને 14,000 રૂપિયા, સિંગલ માતા-પિતાને 22,000 અને વિવાહીક જોડાને (વગર બાળકોનાં) 23,000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે.