Home » Gujarat » Bhuj » કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા બળવાખોરી સુધીની ધમકી

News timeline

Entertainment
27 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા બળવાખોરી સુધીની ધમકી

છ સભ્યોના નામ ચર્ચામાં : વર્તમાન પ્રમુખ અને પૂર્વ કારોબારી ચેરમેન જૂથ વચ્ચે ખરાખરીનો ખેલ

ભુજ- કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હાલ છ સભ્યોના નામ ચર્ચામાં છે. જેમાં વર્તમાન પ્રમુખનો પણ સમાવેશ થાય છે. તેમની દાવેદારી જ સાબિત કરે છે કે, તેમને હોદ્દો છોડવો ગમતો નથી. જ્યારે બીજી તરફ કારોબારી સમિતિના પૂર્વ ચેરમેનનું નામ પણ ચાલી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમુક સભ્યો તો એવી ધમકી આપવા ઉપર ઉતરી આવ્યા છે કે, જો ફલાણા વ્યક્તિને પ્રમુખ બનાવાશે તો કોંગ્રેસનો સાથ લઈને પોતે અલગ ચોકો ચાતરશે. ત્યારે આવી ધમકીઓ સામે ભાજપની પ્રદેશ નેતાગીરી શું સ્ટેન્ડ લેશે ? તેના ઉપર બધાની નજર મંડાઈ છે.

કચ્છ જિલ્લા પંચાયતમાં હાલ ભાજપના ર૭ અને કોંગ્રેસના ૧૩ સભ્યો છે. જિલ્લા પંચાયતમાં બહુમત માટે ર૧ સભ્યોની જરૃર હોય છે. કદાચ ઝગડો કરતા નેતાઓની લડાઈમાં કોઈ લો-પ્રોફાઈલ વ્યક્તિ ફાવી જાય તેવું પણ બની શકે છે. બળવાખોરી અંદરખાને વહેતી થયેલી ધમકીઓનો લાભ ઉઠાવવા વિપક્ષ પણ ચાતક નજર રાખીને બેઠો છે. જો કે શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં વારંવાર એવુ કહેવામાં આવે છે કે, પક્ષથી કોઈ મોટુ નથી, ત્યારે કચ્છમાં આ વાત કેટલી સાબિત થશે ? તે આગામી સમય જ બતાવશે.